Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

નરાધમોએ હદ વટાવી ત્રણ લોકોએ ઘરમાં ઘૂસીને મહિલા સાથે આચર્યું સામૂહિક દુષ્‍કર્મ

ગુપ્‍તાંગ પર સિગારેટના ડામ દીધા : મુંબઈમાં એક ૪૨ વર્ષની એક મહિલાના ઘરમાં ઘુસીને સામૂહિક દુષ્‍કર્મ

મુંબઈ,તા. ૫ : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક ૪૨ વર્ષની એક મહિલાના ઘરમાં ઘુસીને ત્રણ લોકોએ સામૂહિક દુષ્‍કર્મ કર્યું હતું. તેની સાથે સાથે આરોપીઓએ  મહિલા પર તિક્ષ્ણ હથિયાગથી હુમલો પણ કર્યો અને તેના ગુપ્તાંગ પર સિગરેટથી દામ પણ આપ્‍યા હતા.

મુંબઈ પોલીસના એક અધિકારીએ આ તમામ માહિતી આપી હતી. તેમના જાણાવ્‍યા પ્રમાણે આ ઘટના બુધવારે વહેલી સવાકે કુર્લામાં બની હતી. તેમણે જણાવ્‍યું કે, આરોપી અને મહિલા એક જ વિસ્‍તારમા રહે છે. તેમના જણાવ્‍યા પ્રમાણે શ્નઆરોપીઓએ એક પછી એક મહિલા સાથે દુષ્‍કર્ણ કર્યું અને તેની સાથે અકુદરતી યૌન શોષણ પણ કર્યું.

તેની સાથે તેમણે જણાવ્‍યું કે, આરોપીઓએ મહિલાના ગુપ્તાંગો પર સિગારેટથી ડામ આપ્‍યા હતા. ત્‍યાર બાદ તેની છાતી અને બન્ને હાથો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ આરોપીઓમાંથી એક આરોપીએ આ ઘટનાનો વીડિયો પણ બનાવી વાયરલ કરવાની ધમકી આપી કે આ મામલે પોલીસને જાણ ના કરે.

કુર્લા પોલીસ સ્‍ટેશનના અધિકારીએ જણાવ્‍યું કે, મહિલાએ પડોશીઓને ઘટનાની જાણ કરી હતી. ત્‍યાર બાદ એક એનજીઓનો સંપર્ક કર્યો અને એફઆઈઆર દાખલ કરાવી. તેમણે જણાવ્‍યું કે, આ ત્રણેય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (દુષ્‍કર્મ), ૩૭૬ ડી (સામુહિક દુષ્‍કર્મ), ૩૭૭ (અકુદરતી જાતીય સંબંધ) ૩૨૪ અને અન્‍ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

(10:48 am IST)