Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સાંઈ બાબાના દરબારમાં શ્રદ્ધાળુનો જીવ ગયો

ભોપાલ,તા.૫: મધ્‍ય પ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સાંઈબાબાના મંદિરમાં ભગવાન સામે નતમસ્‍તક થયેલા ભક્‍તને અચાનક હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતું. સોશિયલ મીડિયા પર આ ખબર વહેતી થઈ છે. મળતી માહિતી અનુસાર સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના ગુરુવારે બની હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજેશ મોહાની નામનો શખસ મંદિરમાં સાઈબાબાની પરિક્રમા કરી રહ્યો હતો અને બાબાના દરબારમાં માથું ટેકાવ્‍યા બાદ તે થોડા સમય સુધી ઉભો ન થયો તો બધાને લાગ્‍યું કે તે પૂજામાં લીન છે, પરંતુ બાદમાં મંદિરના પુજારીએ તેને ઉઠાડવાની કોશિશ કરી અને એ ઉઠ્‍યો નહીં તો તાત્‍કાલિક તેને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો હતો, જયાં ડોક્‍ટરે મૃત જાહેર કર્યો હતો.

(10:43 am IST)