Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

દિલ્‍હી મ્‍યુનિસિપાલીટીના રપ૦ વોર્ડની ચૂંટણીનું મતદાન શરૂઃ કોંગ્રેસના અધ્‍યક્ષ અનિલ ચૌધરીનું નામ મતદાન યાદીમાંથી ગાયબ થયાની ચર્ચાઃ ચૂંટણીમાં આપ ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે ત્રિપાંખીયો જંગ

અનિલ ચૌધરીએ રોષ સાથે જણાવેલ કે મારૂ નામ મતદાન યાદીમાં નથીઃ મારી પત્‍નીએ મત આપી દીધો છે પરંતુ મને મતદાર યાદી વિશે કરું જણાવવામાં આવ્‍યું નથી.

નવી દિલ્‍હીઃ મહાનગરપાલિકાના તમામ 250 વોર્ડ માટે સવારથી મતદાન નો પ્રાંભ થયો છે અને કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીનું નામ વોટર લિસ્ટમાંથી ગાયબ થયાની ચર્ચા થઇ રહી છેઃ અનિલ ચૌધરીએ રોષપૂર્વક કહ્યું કે  મારૂ નામ વોટર લિસ્ટમાં નથી, મારી પત્નીએ મત આપ્યો છે. હજુ સુધી મને આ યાદી વિશે જણાવવામાં આવ્યુ નથી અને ના તો મારૂ નામ દેખાઇ રહ્યુ છે, હું ઔપચારિક જાણકારીની રાહ જોઇ રહ્યો છુઃ કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરી

મળતી માહિતી મુજબ દિલ્હી મહાનગરપાલિકાના તમામ 250 વોર્ડ માટે સવારથી મતદાન ચાલુ છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ છે. એમસીડી ચૂંટણીમાં 1.45 કરોડથી વધારે મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં કુલ 1,349 ઉમેદવાર મેદાનમાં છે. મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયુ છે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી 7 ડિસેમ્બરે થશે.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યુ કે મારૂ નામ વોટર લિસ્ટમાં નથી, મારી પત્નીએ મત આપ્યો છે. હજુ સુધી મને આ યાદી વિશે જણાવવામાં આવ્યુ નથી અને ના તો મારૂ નામ દેખાઇ રહ્યુ છે, હું ઔપચારિક જાણકારીની રાહ જોઇ રહ્યો છું.

દિલ્હી મહાનગરપાલિકા માટે રવિવારે થઇ રહેલા મતદાન માટે સવારથી જ મોટાભાગના મતદાન કેન્દ્રની બહાર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે.

દિલ્હીના ત્રણ મહાનગર- દક્ષિણ દિલ્હી મહાનગર (SDMC), ઉત્તરી દિલ્હી મહાનગરપાલિકા (NDMC) અને પૂર્વી દિલ્હી મહાનગરપાલિકા (EDMC)ના એકીકરણ બાદ પ્રથમ વખત MCDની ચૂંટણી યોજાઇ રહી છે.

કેન્દ્ર સરકારે કાયદા દ્વારા આ ત્રણ મહાનગરપાલિકાનું એકીકરણ કરી દીધુ હતુ અને પરિસીમન બાદ બેઠકની સંખ્યા 272થી ઘટાડીને 250 થઇ ગઇ હતી.

દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકા માટે શહેરની સફાઇને એક મોટો મુદ્દો બનાવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગાજીપુર લેન્ડફિલ પર કચરાના પહાડની મુલાકાત લીધી હતી અને ભાજપ પર નિશાન સાધ્યુ હતુ, તેમણે કહ્યુ હતુ કે આ વખતે MCD ચૂંટણી દિલ્હીની સફાઇ પર થશે અને જો પાંચ વર્ષમાં તેમણે દિલ્હીને સાફ ના કરી તો જનતા તેમણે ફરી મત નહી આપે.

(12:00 am IST)