Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

શું તમે વિદેશ જવા માંગો છો તો પહેલા આટલુ જરુર કરો

ભારતે ગાઈડલાઈન્સ જારી કરી છે. જેમાં કોરોના ટેસ્ટથી માંડીને અન્ય વસ્તુઓ પણ શામેલ છે. વિદેશ યાત્રા માટે તમારે પાસપોર્ટને કોરોના વેક્સિન સર્ટિફિકેટ સાથે લિંક કરાવવુ જરૂરી છે

 

નવી દિલ્હીઃ કોરોના વાયરસે લગભગ આખી દુનિયાને પોતાના ઝપેટમાં લઈ લીધી છે. ભારતમાં પણ કોરોનાની બે લહેર જોવા મળી. જેના કારણે ભારે તબાહી મચી ગઈ. જ્યાં એક તરફ લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તો બીજી તરફ આ વાયરસના કારણે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. હાલની સ્થિતિમાં આપણી પાસે કોરોનાથી બચવાનો એક જ વિકલ્પ છે. અને તે છે વેક્સિન.

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. જોકે, કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોને ચોક્કસપણે લોકોની ચિંતા વધારી દીધી છે. એવામાં સાવધાની જાળવી રાખવા માટે ભારતે ગાઈડલાઈન્સ જારી કરી છે. જેમાં કોરોના ટેસ્ટથી માંડીને અન્ય વસ્તુઓ પણ  શામેલ છે. વિદેશ યાત્રા માટે તમારે પાસપોર્ટને કોરોના વેક્સિન સર્ટિફિકેટ સાથે લિંક કરાવવુ જરૂરી છે.  જો તમે હજુ સુધી આમ નથી કર્યુ. તો ચાલો અમે તમને તેના વિશે જણાવીએ, જેથી તમે સમયસર પોતાના પાસપોર્ટને વેક્સિનેશન સાથે લિંક કરાવી શકો.

પાસપોર્ટને કોરોના વેક્સીન સર્ટિફિકેટ સાથે લિંક કરવા માટે, તમારે સૌથી પહેલા Covinની ઓફિશિયલ વેબસાઇટ cowin.gov.in પર જવું પડશે. વેબસાઈટના માધ્યમથી જ તમે કોરોના વેક્સિન સર્ટિફિકેટ લિંક કરાવી શકશો.

એપ ખોલ્યા બાદ તમારે તેમાં લોગિન કરવું પડશે, જેના માટે તમારે તમારો મોબાઈલ નંબર અને વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP નાંખવો પડશે. આની મદદથી તમે લોગિન કરી શકો છો.

હવે તમારે અહીં આપેલ Raise an issue ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને પછી Add Passport details to my vaccination certificate વિકલ્પ પસંદ કરવો પડશે.

પછી તમારે તમારી બધી જરૂરી માહિતી જેમ કે પાસપોર્ટ નંબર, નામ વગેરે અહીં ભરવાની રહેશે અને સબમિટ રિક્વેસ્ટ બટન પર ક્લિક કરો. હવે તમારા રજિસ્ટર્ડ નંબર પર એક મેસેજ આવશે અને તમે અહીંથી પાસપોર્ટ સાથે જોડાયેલ વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

(12:05 pm IST)