Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અવકાશમાં પ્રથમવાર ઉગાડવામાં આવ્યા મૂળા : નાસાએ શેર કર્યા ફોટા

અવકાશયાત્રી કેટ રુબિને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ઉગાડેલા મૂળાના પાકની લણણી કરી

નવી દિલ્હી : 30 નવેમ્બરના રોજ નાસાના અવકાશયાત્રી કેટ રુબિને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ઉગાડેલા મૂળાના પાકની લણણી કરી છે. નાસાએ આ પ્રયોગનું નામ પ્લાન્ટ હેબીટેટ -02 રાખ્યું છે. મૂળાને સ્પેસ સ્ટેશનમાં ઉગાડવા માટે એટલે પસંદ કરવામાં આવ્યો હતો કે, વૈજ્ઞાનિકોને વિશ્વાસ  હતો કે આ પાક ૨૭ દિવસમાં તૈયાર થઇ જશે. આ અવકાશમાં ઉગેલા મૂળામાં પોષક તત્વો છે અને તે ખાદ્ય પણ છે

તે જ સમયે, આઈએસએસ રિસર્ચે ટ્વિટ કર્યું છે કે, મૂળો અભ્યાસ માટે વપરાય છે કારણ કે તે પોષકતત્વોથી ભરપુર છે. અને ઝડપી વૃદ્ધિ પામે છે. મૂળા ઝડપથી વૃદ્ધિ પામે છે, પરંતુ શક્ય છે કે તે આટલી જલ્દી થી વિકાસ ના પણ પામે !

મૂળા પ્લાન્ટ હેબિટેટ -02 (પીએચ -02) નો ઉપયોગ અભ્યાસ માટે થાય છે કારણ કે તે ઝડપથી વિકસે છે કારણ કે તે પૌષ્ટિક છે અને આનુવંશિક રીતે વારંવાર અવકાશમાં અભ્યાસ અર્થે વપરાતા અરબીડોપ્સિસની સમકક્ષ છે.

મૂળા અડ્વાન્સ પ્લાન્ટ હેબીટેટમાં ઉગાડવામાં આવે છે. એડવાન્સ્ડ પ્લાન્ટ હેબીટેટએ છોડના સંશોધન માટેનો વિકાસ ચેમ્બર છે. ચેમ્બર એલઇડી લાઇટ્સ અને નિયંત્રિત કમ્પોસ્ટિંગથી છોડના મૂળમાં પાણી, વાવેતર અને ઓક્સિજનનું પ્રસારણ કરે છે.

(11:22 pm IST)