Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

કોંગ્રેસના વરિષ્ટ નેતા મલ્લિકાર્જૂન ખડગે કાલથી ગુજરાતમાં :ગુજરાત કોંગ્રેસ પાસે માંગશે સમર્થન

મલ્લિકાર્જૂન ગાંધી આશ્રમની મુલાકાત લેશે :અમદાવાદ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં સ્વાગત કરવા કોંગ્રેસ કાર્યકરો તૈયાર

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં દેવાદાર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે ગુજરાત આવશે. તેઓ આવતી કાલથી (6ઓક્ટોબર) બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. મલ્લિકાર્જૂન ગાંધી આશ્રમની મુલાકાતે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં સ્વાગત કરવા કોંગ્રેસ કાર્યકરો તૈયાર છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જૂન ખડગે ગુજરાત કોંગ્રેસ પાસે સમર્થન માંગે તેવા સંજોગો વર્તાઈ રહ્યાં છે.

 કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે ત્યારે મલ્લિકાર્જુન અને શશિ થરૂર વચ્ચે ચૂંટણી લડાશે. 22 વર્ષ બાદ કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે મતદાનની સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે 17 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે 19 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ જાહેર થશે.

મહત્વનું છે કે 17 ઓક્ટોબરની ચૂંટણી પહેલા થરૂરે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને કેટલાક નેતાઓ દ્વારા તેમને નામાંકન પાછું ખેંચવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ પછી અફવા શરૂ થઈ કે તે નોમિનેશન પાછું ખેંચી લેશે. બુધવારે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા શશિ થરૂરે કહ્યું કે હું એવા કામદારોને ક્યારેય છેતરીશ નહીં જેમણે બધું દાવ પર લગાવ્યું છે. હું તેમને નિરાશ નહીં કરું.

 

(8:33 pm IST)