Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સીતાહરણ પહેલા રાવણને અયોધ્‍યામાં આવ્‍યો હાર્ટ એટેક, મૃત્‍યુને અભિનય સમજીને પ્રેક્ષકો પાડતા રહ્યા તાળીઓ

રાવણનું પાત્ર ભજવતા કલાકારનું અયોધ્‍યામાં રામલીલા દરમિયાન મળત્‍યુ થયું

લખનૌ, તા.૫: યુપીના અલગ-અલગ જિલ્લામાં રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અયોધ્‍યામાં આયોજિત રામલીલામાં રાવણનું પાત્ર ભજવી રહેલા કલાકારના મોતનો મામલો સામે આવ્‍યો હતો. સીતાહરણ ની લીલાના મંચન દરમિયાન આ પાત્ર ભજવતા અભિનેતાનું કાર્ડિયાક અરેસ્‍ટને કારણે મળત્‍યુ થયું હતું. તેમની તબિયત બગડ્‍યા બાદ રામલીલા સમિતિના અધિકારીઓ કલાકારને હોસ્‍પિટલ લઈ ગયા જ્‍યાં ડોક્‍ટરોએ તેમને મળત જાહેર કર્યા.આ રીતે કલાકારના અવસાન બાદ ગામમાં શોકનો માહોલ છે. આ ઘટના આયહર ગામમાંથી -કાશમાં આવી હતી. શ્રી રામલીલા સમિતિ આયહરમાં સીતાહરણની લીલા પહેલા રાવણનું પાત્ર ભજવી રહેલા કલાકાર પતિરામે માઈક પર બોલવાનું શરૂ કર્યું કે તરત જ તેમનો અવાજ ગૂંજવા લાગ્‍યો. જો કે, તે હજી પણ અવાજ ઉઠાવીને વાતચીત કરવાનું ચાલુ રાખ્‍યું હતું. બોલતા બોલતા તે અચાનક સ્‍ટેજ પર પડી ગયા. દર્શકોને લાગ્‍યું કે આ પણ તેમના અભિનયનો એક ભાગ છે. જ્‍યારે તે લાંબા સમય સુધી ઉઠ્‍યા નહીં, ત્‍યારે એમ્‍બ્‍યુલન્‍સ બોલાવવામાં આવી. પતિરામને એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં લઈ જવાયા હતા. આરોગ્‍ય કેન્‍દ્ર પહોંચતા જ તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા.

આપને જણાવી દઈએ કે કલાકાર પતિરામ રાવત લગભગ ૨૦ વર્ષથી રામલીલામાં રાવણનું પાત્ર ભજવી રહ્યા હતા. રામલીલા કમિટીના મેનેજર દિનેશ પ્રતાપ સિંહ કહે છે કે આ ૨૦ વર્ષમાં રાવણનું લાઈવ પર્ફોર્મન્‍સ પતિરામે કર્યું હતું. આ પછી બીજા દિવસે યોજાનારી રામલીલા પણ મોકૂફ રાખવામાં આવી હતી. પતિરામના અવસાનથી સમિતિના હોદ્દેદારોની સાથે સાથે આસપાસના વિસ્‍તારમાં ઘેરા શોકનો માહોલ છે. જણાવી દઈએ કે આ પહેલા ફતેહપુરમાં હનુમાનનું પાત્ર ભજવતા યુવકના મોતનો મામલો પણ સ્‍ટેજ દરમિયાન સામે આવ્‍યો હતો.

(3:56 pm IST)