Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

દશેરાએ શિવાજી પાર્કમાં બળાબળના પારખા: જબરજસ્ત બંદોબસ્ત

બંને જૂથો પોતે અસલી શિવસેના હોવાનું પ્રસ્થાપિત કરવા પુરા પ્રયાસો કરશે

મુંબઈ ખાતે શિવાજી પાર્કમાં યોજાઈ રહેલી દશેરાની રેલીમાં મુખ્યમંત્રી એકનાથ સિંદે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, આમ શિવસેનાના બે જૂથો વચ્ચે શક્તિ પ્રદર્શન થશે. સુરક્ષા માટે જબરજસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બંને જૂથો પોતે અસલી શિવસેના હોવાનું પ્રસ્થાપિત કરવા પુરા પ્રયાસો કરશે અને સ્વર્ગસ્થ બાલા સાહેબ ઠાકરે ની વિરાસત ઉપર પ્રભુત્વ સ્થાપવાનો પ્રયાસ કરશે.

(12:19 am IST)