Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

એક યુવતીએ ૧૧ વખત લગ્ન કર્યા : ૧૨મી વખત લગ્ન કરવા જતા દિલ તૂટયું

૧૧ વખત બ્રેકઅપ બાદ આ મહિલાને ટીવી રિયાલિટી શો દ્વારા મળ્‍યો તેનો ૧૨મો પાર્ટનરઃ થોડા દિવસોના સંબંધ બાદ બંનેએ સગાઇ પણ કરી લીધી હતીઃ પરંતુ પછી બ્રેકઅપ થઇ ગયું

ન્‍યુયોર્ક,તા. ૫: લગ્ન એ વ્‍યક્‍તિના જીવનની એવી ક્ષણ છે જે દરેક વ્‍યક્‍તિ જીવવા માંગે છે. જીવનસાથી સાથે આગળ વધવા માંગે છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્‍યક્‍તિ ઇચ્‍છે છે કે તેનો સંબંધ લાંબો સમય ચાલે કે પછી હંમેશા, પરંતુ તે બધા સાથે શક્‍ય નથી હોતું. ઘણી વખત પતિ-પત્‍નીના રસ્‍તા અલગ અલગ કારણોથી અલગ થઈ જતા હોય છે, પરંતુ જો આ અલગતા ૧૨ વખત થાય તો તમે શું વિચારશો? તમને સાંભળવામાં વિચિત્ર લાગશે, પરંતુ તે વાસ્‍તવિકતા છે. અમેરિકામાં રહેતી એક મહિલાના ૧૧ લગ્ન થયા છે અને તેના સૌથી વધુ છૂટાછેડા થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેણે પોતાના ૧૨માં લગ્નનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેની સગાઈ થઈ ત્‍યાં સુધીમાં આ મામલો પૂરો થઈ ગયો હતો.

એક રિપોર્ટ અનુસાર આ સ્‍ટોરી અમેરિકામાં રહેતી ૫૨ વર્ષની મોનેટ ડાયસની છે. વ્‍યવસાયે ઇન્‍ટિરિયર ડિઝાઇનર મોનેટ ૧૧ લગ્ને પણ સિંગલ છે. તે સિંગલ મધર છે. મોનેટ ડાયસની બહેન માર્સીએ જણાવ્‍યું હતું કે, ‘બહેનના લગ્ન ૨-૩ વાર થયા ત્‍યારે પણ અમને બધું જ સામાન્‍ય લાગતું હતું અને તેના ભવિષ્‍ય અંગે ક્‍યારેય કોઈ ચિંતા નહોતી, પરંતુ ધીરે ધીરે બધા સંબંધો તૂટી ગયા હતા. આમ કરતાં તેના ૧૧ લગ્ન તૂટી ગયા હતા. હવે અમે લોકો તેની ચિંતા કરીએ છીએ. હવે એવું લાગે છે કે તેના જીવનમાં સાચો માણસ જરા પણ લખાયેલો નથી.

રિપોર્ટ અનુસાર ૧૧માં પતિથી અલગ થયા બાદ મોનેટ પાર્ટનરની શોધમાં TLCના રિયાલિટી શો ‘Adiicted to Marriege’માં પણ ગઈ હતી. ત્‍યાં તે જોહ્નને મળી. થોડા સમય બાદ બંનેએ સગાઇ કરી લીધી હતી. બંને વચ્‍ચે સંબંધો સારા ચાલી રહ્યા હતા, પરંતુ અચાનક જ બંને વચ્‍ચે બ્રેકઅપ થઇ ગયું. મોનેટ કહે છે કે, આ બ્રેકઅપ મારા માટે ખૂબ જ મુશ્‍કેલ હતું. મને જહોન સાથે ખૂબ જ પ્રેમ થઈ ગયો. મેં આ સંબંધને બચાવવા માટે ઘણું કર્યું, ઘણી કોશિશ કરી, પરંતુ સફળતા ન મળી. જો કે મોનેટને હજુ પણ આશા છે કે એક દિવસ તેને સાચો પાર્ટનર મળી જશે. 

(10:35 am IST)