Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ટીચરે માર મારતા બાળક જમીન પર ઢળી પડયો : બેરહેમ ઘટના

પટનાથી એક ભયાનક કિસ્‍સો સામે આવ્‍યો

પટના,તા. ૫ : બિહારની રાજધાની પટનાથી એક ભયાનક કિસ્‍સો સામે આવ્‍યો છે. જયાં એક કોચિંગ ટીચર પાંચ વર્ષના બાળકની એટલો ખરાબ માર મારે છે તે બાળક બેભાન થઈ જાય છે. તાત્‍કાલીક તે બાળકને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે આ મામલે એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ટીચર માસુમ બાળકને ખરાબ રીતે માર મારતો જોવા મળી રહ્યો છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી જાણકારી અનુસાર, આ મામલો રાજધાની પટનાના જયા કોચિંગ ક્‍લાસનો છે. કોચિંગ સેન્‍ટરમાં બાળકને કઠોરતાથી માર મારતા એક ટીચરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટીચર માસુમ બાળકને પહેલા એક ડંડાથી મારે છે. જોકે, માર મારતા ડંડો તૂટી જાય છે તેમ છતાં ટીચરનો ગુસ્‍સો શાંત થતો નથી. ત્‍યારબાદ ટીરત તે બાળકના મોઢા પર થપ્‍પડ અને મુક્કા મારવાની સાથે વાળ પણ ખેંચે છે. આ દરમિયાન બાળક પીડાથી રડતો રડતો બેભાન થઈ જાય છે અને જમીન પર પટકાય છે.

કોચિંગમાં બેભાન થઈ ગયા બાદ બાળકને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો. જયાં તેની સારવાર ચાલી રહી છે. ત્‍યારે જે શિક્ષક બાળકને આટલી ખરાબ રીતે માર મારે તેની ઓળખ થઈ ગઈ છે અને તેનું નામ છોટું છે. કોચિંગ સંચાલકનું કહેવું છે કે છોટૂને બીપી હાઈની તકલીફ છે, આ કારણે તેને બાળક પર વધારે ગુસ્‍સો આવ્‍યો હતો. બીજી તરફ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને તપાસ કરવામાં આવી રહી છે.

(10:17 am IST)