Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો ?

જાણી લો લેવડ-દેવડથી જોડાયેલા દરેક નિયમ, નહિ તો આવશે ઇન્કમટેકસની નોટીસ

નવી દિલ્હી,તા. ૫: કેન્દ્ર સરકાર દેશમાં ડિઝીટલ ઈકોનોમીને વધારો આપવા માટે સતત પગલુ ભરી રહી છે. પૈસાની લેવડ-દેવડ સૂરક્ષિત રીતે પુરી થાય. તેમા માટે કૈશ ટ્રાંઝેકશનથી જોડાયેલા નિયમ સતત કડકરીતે અપનાવી રહ્યા છે. ચાલો જાણીએ કે કૈશમાં પૈસાના લેવડ-દેવડ માટે સરકારે શું નિયમ બનાવ્યા છે. જણાવી દઈએ કે, ઘરમાં કૈશ રાખવાની લિમિટ નક્કી નથી. પરંતુ ઘરમાં રાખેલા કૈશનો સોર્સ જણાવો જરૂરી છે.

કેશમાં ૨૦૦૦ રૂપિયાથી વધારેનો દાન કરી શકાતુ નથી. સાથે જ ૫૦૦૦ રૂપિયાથી વધારેના કૈશમાં મેડિકલ ખર્ચ પર ટેકસ છૂટ નથી.

૧૦ હજાર રૂપિયાથી ઉપરના વેપાર માટે કૈશમાં ખર્ચ કરવા પર રકમને તમારા નફાની રકમમાં જોડી દેવામાં આવશે.

૨૦ હજાર રૂપિયાથી ઉપર કૈશમાં લોન આપવામાં આવતી નથી તેમજ લેવામાં પણ આવતી નથી. આ નિયમને તોડવા પર પેનલ્ટી દેવી પડશે.

૫૦ હજાર રૂપિયાથી ઉપરની રકમ ફોરેન એકસચેન્જમાં જઈને લઈ શકતા નથી.

૨ લાખ રૂપિયાથી ઉપરના કૈશમાં કોઈ ખરીદી કરી શકાતી નથી. તે ઉપરાંત બેંકથી ૨ કરોડ રૂપિયાથી વધારે કૈશ ઉપાડવા પર TDS લાગે છે.

(10:14 am IST)