Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રેલટેલે ૪૦૦૦ રેલવે સ્ટેશનો પર પ્રીપેડ વાઇ-ફાઇ સર્વિસનો કર્યો પ્રારંભ

રૂ.૭૦માં મળશે ૬૦ જીબી ડેટાઃ નેટબેંકિંગ - ઇવોલેટથી થઇ શકશે ચુકવણી

નવી દિલ્હી, તા.૫: રેલટેલે તેમની પ્રીપેડ વાઇફાઇ સેવાનો પ્રારંભ કર્યો છે. તેના હેઠળ હાલમાં દેશના ૪૦૦૦ રેલવે સ્ટેશનો પર યાત્રિકો પહેલા ચુકવણી કરી હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકશે. રેલટેલ પહેલાથી જ દેશના ૫૯૫૦ સ્ટેશનોને ફ્રીમાં વાઇફાઇ સેવા આપી રહયુ છે. જેનો ઉપયોગ કોઇ પણ સ્માર્ટ ફોન ધારક કરશે. તેના માટે યુઝરને ઓટીપી આધારીત વેરિફીકેશન કરવું પડશે.

નવી પ્રીપેડ યોજના હેઠળ યુઝર રોજના વધુમાં વધુ ૩૦ મિનિટ માટે ૧ એમબીપીએસની સ્પીડ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરશે ત્યારબાદ ૩૪ એમબીપીએસની સ્પીડ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરશે ત્યારબાદ ૩૪ એમબીપીએસની સ્પીડ સુધી યુઝરને અત્યંત ઓછો ચાર્જ ચુકવવો પડશે.

એક દિવસ માટે ૧૦ રૂપિયામાં પાંચ જીબી, એક દિવસ માટે ૧૦ રૂપિયામાં ૧૦ જીબી, પાંચ દિવસની વૈધતાની સાથે ૨૦ રૂપિયામાં ૧૦ જીબી, પાંચ દિવસની વૈધતાની સાથે ૩૦ રૂપિયામાં ૨૦ જીબી, ૧૦ દિવસની વૈધતાની સાથે ૪૦ રૂપિયામાં ૨૦ જીબી ૩૦ દિવસની વૈધતાની સાથે ૭૦ રૂપિયામાં ૬૦ જીબી ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. રેલટેલના સીએનડી પુનીત ચાવલાએ કહયું કે તેઓએ યુપીના ૨૦ સ્ટેશનો પર પ્રીપેડ વાઇફાઇનું પરીક્ષણ કર્યુ અને તેની યોજના દરેક સ્ટેશનોને રેલટેલ વાઇફાઇ સાથે જોડવાની છે.

(2:40 pm IST)