Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

એક્ટ્રેસ તાપસી પન્નુ અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ સહીત બૉલીવુડ દિગ્જ્જને ત્યાં બીજા દિવસે આઈટીની તપાસ ચાલુ

ઓફિસમાંથી 3 લેપટોપ અને 4 કોમ્પ્યૂટર કબજે કર્યા:KRI એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ વચ્ચે નાણાંકીય લેવડ-દેવડના પુરાવા મળ્યા

મુંબઈ : એક્ટ્રેસ તાપસી પન્નુ અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને, મધુ મંટેનાના સ્થળો પર આવકવેરા વિભાગની કાર્યવાહી સતત બીજા દિવસ ચાલી રહી છે આ તમામ પર ટેક્સ ચોરીની શંકા છે. તાપસી અને અનુરાગના ઘરની સાથે ઓફિસના સ્થળે પણ દરોડા પાડવામાં આવ્યા. આઈટી વિભાગના ઓફિસરોએ ઓફિસમાંથી 3 લેપટોપ અને 4 કોમ્પ્યૂટર કબજે કર્યા છે. હાલ તાપસીનું કામ જોતી કંપની KRI એન્ટરટેનમેન્ટની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે, KRI એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ વચ્ચે નાણાંકીય લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. આ મામલે ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ, Kwan ટેલેન્ટ હંટ કંપની અને એક્સિડ કંપનીના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આજે IT ઓફિસરોએ અનુરાગ કશ્યપ (Anurag Kashyap), તાપસી પન્નૂ (Taapsee Pannu) નું નિવેદન નોંધ્યું છે. આ ઉપરાંત ઇનકમ ટેક્સ (Income Tax) વિભાગે કેટલાક લોકર્સ પર પાબંધી લગાવી દીધી છે.

(9:14 am IST)