Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)એ ભારતીય બીએસએફને દિનાજપુરમાં "હિલી" સરહદ પર કાંટાળા તારની વાડ ફેન્સિંગ બનાવતા અટકાવી હોવાનો દાવો કર્યાનું બાંગ્લા ટ્રિબ્યુને જણાવ્યું છે. બંને દેશના દળો દ્વારા સરહદ પર વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

બાદમાં, જ્યારે તેમની વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી, ત્યારે બીએસએફ કામ રોકવા માટે સંમત થતાં પરિસ્થિતિ શાંત થયેલ. આ સ્થળે એક બાજુ '' રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ છે અને તેની બાજુએ ભારતીય સરહદ શરૂ થાય છે. હિલી રેલ્વે સ્ટેશન વર્ચ્યુઅલ રીતે આંતરરાષ્ટ્રીય સરહદ પર છે. હાલમાં બીએસએફ દ્વારા રક્ષિત છે.

(7:23 pm IST)