Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

સ્‍ટાર મહિલા જિમનાસ્‍ટ દીપા કર્માકર ઉપર ર૧ મહિનાનો પ્રતિબંધઃ પ્રતિબંધિત પદાર્થોના સેવન કે કારણે ઇન્‍ટરનેશનલ ટેસ્‍ટીંગ એજન્‍સી દ્વારા કાર્યવાહી

- દીપા પ્રથમ જિમનાસ્‍ટ હતી કે જેઓ ઓલિમ્‍પિકમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કર્યુ હતુઃ દીપાએ ર૦૧૬માં રિયોમાં ઓલિમ્‍પિક રમતમાં ચતુર્થ સ્‍થાન મેળવ્‍યું હતું

નવી દિલ્‍હીઃ  ભારતની સ્ટાર મહિલા જિમનાસ્ટ દીપા કર્માકર ડોપિંગ ટેસ્‍ટમાં ફેઇલ થતાં  21 મહિના માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પ્રતિબંધિત પદાર્થોના સેવનને કારણે દીપા પર આ પ્રતિબંધ મુક્યો છે. રિયો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચનાર દીપા કર્માકર પર આ પ્રતિબંધ 10 જુલાઇ, 2023 સુધી લાગુ રહેશે. આંતરરાષ્ટ્રીય ટેસ્ટિંગ એજન્સીએ તેની પૃષ્ટી કરી છે.

દીપા પ્રથમ જિમનાસ્ટ હતી જેણે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. દીપા કર્માકરે 2016માં રિયોમાં ઓલિમ્પિક રમતમાં ચોથુ સ્થાન મેળવ્યુ હતુ. તે બાદ તે રાતોરાત ચર્ચામાં આવી હતી અને મેડલ જીત્યા વગર જ સ્ટાર બની ગઇ હતી. આ પહેલા 2014ના ગ્લાસ્ગો કૉમનવેલ્થ ગેમ્સમાં કર્માકરે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. દીપા આમ કરનાર પ્રથમ મહિલા જિમનાસ્ટ હતી.

દીપા કર્માકરને હાઇજેમિન એસ-3 બેટા-2 લેવાની દોષી ગણવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આંતરરાષ્ટ્રીય ડોપિંગ એજન્સીએ હાઇજેમિન એસ-3 બેટા-2ને પ્રતિબંધિત દવાઓની કેટેગરીમાં રાખી છે. આ દવાના સેવનમાં દોષી મળવા પર કોઇ પણ ખેલાડીને પ્રતિબંધિત કરી શકાય છે.

ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA)એ દીપા કર્માકરના ડોપ ટેસ્ટામં પૉઝિટિવ મળવાની પૃષ્ટી કરતા કહ્યું, “11 ઓક્ટોબર 2021માં ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ જિમનાસ્ટ (FIG) તરફથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સેમ્પલ પોઝિટિવ આવ્યો છે.” ત્રિપુરા જિમનાસ્ટની ઘૂંટણની સર્જરી થઇ હતી અને 2018 પછીથી તેનો મોટાભાગનો સમય રિહૈબમાં જ પસાર થયો છે. ITA અનુસાર ટેસ્ટ પછી તે કોઇ પણ સ્પર્ધાનો ભાગ રહી નથી.

(1:53 pm IST)