Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

ભારતીયો સેના વધુ મજબૂતઃ ચીન અને પાકિસ્‍તાન બન્‍નેને જડબાતોડ જવાબ આપી શકશેઃ અમેરિકા રશિયા ફ્રાન્‍સ પાસેથી ૧.૯ લાખ કરોડના હથિયારો ખરીદ્યા

ભારતે વિદેશમાંથી સૈન્‍ય ઉત્‍પાદનોમાં હેલિકોમ્‍પ્‍ટર રોકેટ બંદુકો એસોલ્‍ટ રાઇફલ્‍સ એરક્રાફટ રડાર, મિસાઇલ અને દારૂ ગોળો ખરીદ્યો હોવાની રક્ષા રાજયમંત્રી અજય ભટ્ટે લોકસભામાં માહિતી આપી

નવી દિલ્‍હીઃ  ભારતીય સેના પ વર્ષમાં મજબૂત બની છે. LAC હોય કે LOC, દુશ્મનને જડબાતોડ જવાબ આપવા માટે, ભારત સરકારે સેનાને સંરક્ષણ ઉત્પાદનોનો વિશાળ સ્ટોક આપવાનું કામ કર્યું છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઈઝરાયલ અને સ્પેન જેવા દેશો પાસેથી 1.9 લાખ કરોડ રૂપિયાના સૈન્ય સામાનની ખરીદી કરી છે.

ભારતે વિદેશમાંથી સૈન્ય ઉત્પાદનોમાં હેલિકોપ્ટર, રોકેટ, બંદૂકો, એસોલ્ટ રાઈફલ્સ, એરક્રાફ્ટ રડાર, મિસાઈલ અને દારૂગોળો ખરીદ્યો છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે ભારતે 2017-2018માં સૈન્ય ઉપકરણો માટે 264 સોદા પર હસ્તાક્ષર કર્યા છે. તેમાંથી વિદેશી વિક્રેતાઓ સાથેના 88 સોદા સામેલ છે.

પ વર્ષમાં વિદેશમાંથી ખરીદીનો હિસાબ 2017-18માં 30,677 કરોડ રૂપિયાની સૈન્ય વસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી.

(1:26 pm IST)