Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ધર્માંતર વિરૂધ્ધ ર૧-૩૧ ડિસેમ્બર વીહીપનંુ મોટું અભિયાન : અનેક રાજયોમાં જાગૃતિ લવાશે

લવ જેહાદ, લેન્ડ જેહાદ, જનસંખ્યા જેહાદ અને આર્થિક જેહાદને રોકવા હિન્દુ ધર્મગુરૂઓને પણ જોડાશે

નવી દિલ્હી, તા.૪ :  વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ ધર્માંતર વિરૂધ્ધ મોટા પાયે ૧૦ દિવસનું રાષ્ટ્રીય અભિયાન ચલાવવાની તૈયારીઓ કરી છે. આ અભિયાન ર૧ ડીસેમ્બરથી વર્ષના અંત સુધી ચાલશે. તે દરમ્યાન ધર્માંતર વિરૂધ્ધ બલિદાન આપનાર સ્વામી શ્રધ્ધાનંદના બલિદાન દિવસ ર૩ ડીસેમ્બરે મોટા કાર્યક્રમો આયોજીત થશે. અભિયાન દરમ્યાન અલગ-અલગ માધ્યમો તથા ઘેર-ઘેર જઇને લોકોને ધર્માંતરણના ષડયંત્રોની માહિતી અને તેના પરિણામો બાબતે જાગૃત કરવામાં આવશે. આમ ભારતના વિભીન્ન પંથ અને સમાજના સંતો અને મુખ્ય લોકોનો સાથે લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ધર્માંતરના આ કુચક્રમાં હિંદુ, શીખ, બૌધ અને જૈન સમુદાયના લોકો મુખ્ય નિશાન છે. મિશનરીઓ મોટા પાયે મધ્યપ્રદેશ, યુ.પી. બિહાર, પંજાર, છતીસગઢ, ઝારખંડ, કેરળ, ત્રિપુરા આલોકકુમાર કહે છે કે ચિંતાની વાત એ છે કે ધર્માંતરણનું ષડયંત્ર ગ્રામ્ય અને પછાત વિસ્તારોથી આગળ વધીને હવે શહેરો અને સમૃધ્ધ વિસ્તારો સુધી પહોંચી ગયું છે. સંપન્ન અને શિક્ષીત લોકો પણ આ બહેકાવામાં આવીને વટલાઇ રહ્યા છે, જે ગંભીર ખતરાનો સંકેત છે.

વી.એચ.પી.ના રાષ્ટ્રીય પ્રવકતા વિનોદ બંસલ, અનુસાર, કન્વર્ઝનનું આ અભિયાન પંજાબ સહિત દેશભરમાં ચાલશે. તેઓ જણાવે છે કે પંજાબમાં ચર્ચ પોતાના પગ બહુ ઝડપથી પસાર રહ્યા છે. કન્વર્ઝનના અડ્ડાઓ ખોલીને શીખોને કન્વર્ટ કરાઇ રહ્યા છે. બંસલ કહે છે કે લવ જેહાદ, લેન્ડ જેહાદ, વસ્તી જેહાદ અને આર્થિક જેહાદ ઉપરાંત અન્ય માધ્યમો દ્વારા કન્વર્ઝનનું ષડયંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે. જેહાદીઓ શોષિત, વંચિત વનવાસી સમાજની સાથેસાથે સંપન્ન લોકો સુધીનાનું ધર્માંતર કરાવાઇ રહ્યું છે. આ બધાને રોકવા માટે વી.એચ.પી.એ આ અભિયાન હાથમાં લીધું છે જેથી હિંદુ સમાજને જાગૃત કરી શકાય.

(1:07 pm IST)