Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પેસ ઈ-કોમર્સ વેન્‍ચર્સ લિમિટેડનો પબ્‍લિક ઇસ્‍યુ આજે બંધ થશે

 મુંબઇ,તા.૪ : બાળકોના ફર્નિચર, પથારી, ઘરવખરી અને આવશ્‍યક ચીજવસ્‍તુઓ માટેના વન સ્‍ટોપ સોલ્‍યુશન્‍સ એવા પેસ ઈ-કોમર્સ વેન્‍ચર્સ લિમિટેડનો પબ્‍લિક ઈશ્‍યૂ  આજે બંધ થયો છે. કંપનીને બીએસઈ એસએમઈ પર તેનો પબ્‍લિક ઈશ્‍યૂ લોન્‍ચ કરવાની મંજૂરી મળી છે. કંપની પ્‍લાન્‍ટ અને મશીનરીના સંપાદન મૂડી ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા, કંપનીની વ્‍યવસાયિક પ્રવળત્તિઓ માટે સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ સહિત તેની વિસ્‍તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે આઈપીઓ દ્વારા રૂ. ૬૬.૫૩ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

 આઈપીઓમાં ૪૦ લાખ ઇક્‍વિટી શેરનો નવો ઇશ્‍યૂ અને રૂ. ૧૦ની ફેસ વેલ્‍યુના ૨૪.૫૯ લાખ ઇક્‍વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થશે જેની કિંમત શેર દીઠ રૂ. ૧૦૩ (ઇક્‍વિટી શેર દીઠ રૂ. ૯૩ના -પ્રીમિયમ સહિત) જેનું મૂલ્‍ય રૂ. ૬૬.૫૩ કરોડ જેટલું છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ ૧,૨૦૦ શેર છે જેનું મૂલ્‍ય -તિ અરજી રૂ. ૧.૨૩ લાખ છે. આઈપીઓ માટે રિટેલ ફાળવણી ૫૦% છે. પબ્‍લિક ઈશ્‍યૂ પહેલા કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્‍ડિંગ ૯૧.૧૨% હતું તે ઈશ્‍યૂ પછી ઘટીને ૬૫% થશે.

(4:01 pm IST)