Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ઝારખંડમાં મોબ લિન્‍ચિંગઃ યુવકને કુહાડીથી કાપી હત્‍યા

રાંચી, તા.૪: ઝારખંડમાં ફરી એક વખત મોબ લિન્‍ચિંગની ઘટના સામે આવી છે. લગભગ એક ડઝન લોકોની ભીડે યુવકની કુહાડીથી કાપીને હત્‍યા કરી નાખી છે. ત્‍યારબાદ આરોપીઓની ધરપકડની માંગને લઈને મળતકના પરિવારજનોએ ખૂબ જ હંગામો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ગુમલા જિલ્લાના જરી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગોવિંદપુર પંચાયતના તિગરા ગામના રહેવાસી ૩૨ વર્ષીય એજાઝ ખાનની ભીડે લાકડી, ડંડા અને લાતો મારીને હત્‍યા કરી નાખી હતી. જ્‍યાં આ મોબ લિંચિંગની ઘટના બની તે ઝારખંડ અને છત્તીસગઢની સરહદ છે.

મળતક યુવક એજાઝ પર ગુમલા જિલ્લાના અનેક પોલીસ સ્‍ટેશનમાં ગુનાહિત કેસ દાખલ છે. પોલીસનું કહેવું છે કે, મળતક ચોરી સહિત અન્‍ય કેસમાં જેલની સજા ભોગવી ચૂકયો છે. તેના પર ગુમલા જિલ્લાના જારી પાલકોટ અને ડુંગરી પોલીસ સ્‍ટેશનમાં અનેક કેસ દાખલ છે. એઝાઝની હત્‍યાનો આરોપ છત્તીસગઢના યુવકો પર લાગ્‍યો છે.

મળતક યુવકના ભાઈ સરવરે જણાવ્‍યું કે, એજાઝ છત્તીસગઢના પતરાતોલીમાં ગયો હતો. ત્‍યાં કેટલાક યુવકો સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો તે જ યુવકોએ એજાઝને લાકડીઓ અને ડંડા વડે માર મારીને તેની હત્‍યા કરી નાખી હતી. એજાઝની બાઈક પણ છત્તીસગઢના પતરાતોલીમાં બળેલી હાલતમાં મળી આવી છે. મળતકોના પરિજનોનો આરોપ છે કે, છત્તીસગઢના આઠ-દસ યુવકોએ પહેલા એજાઝને લાકડીઓ વડે માર મારીને ઘાયલ કર્યો હતો. આ પછી તેને હેન્‍ગર વડે કાપીને તેની હત્‍યા કરવામાં આવી હતી. તેના બંને હાથ પણ તૂટી ગયા છે.

અહીં મળતક યુવક એજાઝની હત્‍યાની માહિતી મળતાં જ તેના સંબંધીઓએ હોબાળો મચાવ્‍યો હતો અને લાશ ઉપાડવાની ના પાડી હતી. સંબંધીઓ આરોપીઓની ધરપકડ અને ગુમલા એસપીને સ્‍થળ પર બોલાવવાની માંગ કરી રહ્યા હતા. મોડી રાત સુધી મળતદેહ ઘટનાસ્‍થળે પડી રહ્યો હતો, જો કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના આગમન અને સંબંધીઓને આરોપીની ધરપકડની ખાતરી આપતાં પરિવારજનોનો ગુસ્‍સો શમી ગયો હતો.

(3:58 pm IST)