Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

એક્‍સપોર્ટ ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસ ઉપર ૫થી ૧૮ ટકા ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ અમલી

આઇજીએસટી મુકિત પરત ખેંચાઇ : નિકાસકારો માટે મુશ્‍કેલી : ૧ લી ઓકટોબર બાદ ઇન્‍વોઇસ બનશે તો તેની ઉપર ટેક્‍સ લાગુ થશે

નવી દિલ્‍હી,તા. ૪ : ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ કાઉન્‍સિલ દ્વારા ૧ાૃક ઓકટોબરથી અમલમાં આવે તે રીતે એક્‍સપોર્ટ ટ્રાન્‍સપોર્ટેશન ઉપર ૫ ટકાથી ૧૮ સુધીનો જીએસટી વસૂલવાની જાહેરાત કરાઇ છે. જેના પગલે હવે નિકાસકાર કંપનીઓને શિંપિંગ એટલે કે દરિયાઇ માર્ગે તથા એરક્રાફટ દ્વારા ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસ માટે જીએસટી ભરવો પડશે.
કરવેરા નિષ્‍ણાતોએ જણાવ્‍યું છેકે, વહાણ કે વિમાન દ્વારા ચીજ વસ્‍તુની નિકાસ માટે આપવામાં આવતી ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસ ૧લી ઓકટોબરથી કરપાત્ર બની છે. સરકારે ૩૦મી સપ્‍ટેમ્‍બર બાદ મુક્‍તિ ન લંબાવવા નિર્ણય લીધો છે. હવે નિકાસકારોને રિફંડ તેમજ ચીજની કિંમતો નક્કી કરવા માટે ફરીથી વ્‍યૂહ રચના ઘડવી પડશે. હવે વેસલ દ્વારા એક્‍સપોર્ટ ગુડ્‍સ ઉપર ઇન્‍ટિગ્રેટેડ ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (આઇજીએસટી ) ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ ઉપર કેટલાક નિયમનો સાથે ૫ ટકા ટેક્‍સ લાગશે. એરક્રાફટ દ્વારા આઇટીસી સાથે આઇજીએસટી ૧૮ ટકા લાગશે.
જોકે ઇમ્‍પોર્ટ કન્‍સાઇનમેન્‍ટ ઉપર કોઇ જ આઇજીએસટી નથી. જીએસટીનો અમલ ઇન્‍વોઇસ બની તે દિવસ ઉપર લાગુ પડે છે. આથી ૩૦મી સપ્‍ટેમ્‍બર કે તે પહેલા માલનું ટ્રાન્‍સપોર્ટેશન કરાયું હોય હોય પણ ઇન્‍વોઇસ ૧મી ઓકટોબર કે તે પછીની તારીખની બને તો આઇજીએસટી ભરવો પડશે. ટ્રાન્‍સપોર્ટર હવે જેમણે કન્‍સાઇનમેન્‍ટ મોકલ્‍યું હોય તેમને એટલે કે એક્‍પોર્ટરને ઇન્‍વોઇસ ઇસ્‍યુ કરશે.
ગુડસ એન્‍ડ સર્વિસ ટેક્‍સ અંગેની કાઉન્‍સિલ દ્વારા જીએસટી ફ્રેઇટ એક્‍ઝેમ્‍પશન નોટિફિકેશન લંબાવવામાં આવ્‍યું નથી. ૩૦મી સપ્‍ટેમ્‍બરના રોજ આ એક્‍ઝેમ્‍પશનની મુદત પૂરી થઇ હતી. હવે આજે ૧લી ઓકટોબરના રોજ પણ આ અંગે કોઇ જ સ્‍પષ્ટતા જીએસટી કાઉન્‍સિલ દ્વારા કરાઈ નથી.

 

(11:07 am IST)