Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રૂા. ૮-૧૨ પ્રતિ કિલો મોંઘો થઈ શકે છે CNG

આમ આદમીને લાગી શકે છે ઝટકો : રસોઈ ગેસના ભાવ ૬ રૂપિયા પ્રતિ યુનિટ સુધી વધી શકે છે

નવી દિલ્‍હી,તા.૪: મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે. નેચરલ ગેસની કિંમતોમાં રેકોર્ડ વૃદ્ધિ પછી સીએનજી ૮થી ૧૨ રૂપિયા પ્રતિ કિલો મોંઘો થઈ શકે છે. જયારે રસોઈ ગેસના ભાવ ૬ રૂપિયા પ્રતિ યુનિટ સુધી વધી શકે છે. એક્‍સપર્ટે આ અનુમાન વ્‍યક્‍ત કર્યું છે.
સરકારે ગત સપ્તાહે જૂના ગેસ ક્ષેત્રોમાંથી ઉત્‍પાદિત ગેસ માટે ચુકવવામાં આવતી રકમના ૬.૧ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટના ભાવને વધારીને ૮.૫૭ ડોલર પ્રતિ યુનિટ કર્યા છે. મુશ્‍કેલ ક્ષેત્રોમાંથી નીકળતા ગેસની કિંમત ૯.૯૨ ડોલરથી વધારીનેને ૧૨.૬ ડોલર પ્રતિ યુનિટ કરવામાં આવ્‍યા છે. આ દરના આધારે દેશમાં ઉત્‍પાદિત ગેસનો લગભગ બે-તૃતીયાંશ હિસ્‍સો વેચાય છે.
નેચરલ ગેસ ફર્ટિલાઈઝર્સ બનાવવાની સાથે વીજળી પેદા કરવા માટે એક પ્રમુખ કાચો માલ છે. તેને સીએનજીમાં પણ પરિવર્તિત કરવામાં આવે છે અને પાઈપ દ્વારા તેને રસોઈમાં ખાવાનું રાંધવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કોટક ઈન્‍સ્‍ટિટ્‍યૂશનલ ઈક્‍વિટીઝે કહ્યું કે એપીએમ ગેસીની કિંમત માત્ર એક વર્ષમાં જ લગભગ ૫ ગણી વધી ગઈ છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં તેની કિંમત ૧.૭૯ ડોલર પ્રતિ એમએમબીટીયૂથી સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં ૮.૫૭ ડોલર સુધી પહોંચી ગઈ હતી.
એમએમબીટીયૂ ગેસ મૂલ્‍યમાં પ્રત્‍યેક ડોલરની વૃદ્ધિ પર સિટી ગેસ ડિસ્‍ટ્રીબ્‍યુશન સંસ્‍થાઓએ સીએનજીની કિંમત ૪.૭થી ૪.૯ રૂપિયા પ્રતિ કિલો વધારવી પડે છે. આઈસીઆઈસીઆઈ સિક્‍યોરિટીઝના જણાવ્‍યા અનુસાર, કાચા માલની ઉંચી કિંમતના પ્રભાવને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે સીએનજી અને પીએનજીની કિંમતોમાં ૬.૨ રૂપિયા પ્રતિ માનક ધનમીટર અને ૯થી ૧૨.૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામની વૃદ્ધિ કરવાની આવશ્‍યકતા હશે.

 

(11:07 am IST)