Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

છેલ્લા બે વર્ષમાં માનસીક ત્રસ્ત થઇ આત્મહત્યા કરનાર મહિલાઓની સંખ્યામાં થયો વધારો :સૌથી વધુ ગૃહણીઓ

વર્ષ ૨૦૨૦ માં આત્મહત્યા કરવામાં ગૃહિણીનું પ્રમાણ ૭૦% જેટલું થઈ ગયું

નવી દિલ્હી : મહિલાઓ પર અત્યાચારના બનાવો દિન-પ્રતિદિન વધીરહ્યા છે. ખાસ કરીને ધરકામ કરતી મહિલાઓ એટલે ગૃહિણીઓની હાલત વધુ કફોડી છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાકાળના કારણે માનસીક ત્રસ્ત થઇને આત્મહત્યા કરનાર મહિલાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ ચોંકાવનારા આંકડાની સપષ્ટતા લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં  આવ્યા હતા. જે આંકડાઓ સામે આવ્યા છે તે જોતા દ્ધષ્ટિમાન થાય છે કે, ગૃહિણીઓની હાલત દિવસેને દિવસે દયનીય બની રહીછે.

લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ માં કુલ ૨૪૮૬ મહિલાઓએ આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેમાંથી ૬૫% ગૃહિણી હતી. વર્ષ ૨૦૧૯માં ૧૬૮૯ ગૃહિણીએ પોતાનો જીવ આત્મહત્યા દ્વાર ગુમાવ્યો હતો. ૨૦૨૦માં મહિલાઓની આત્મહત્યાઓનું દર વધીને ૨૫૪૨ થઈ ગયુ હતું જેમાં ૧૯૩૬ ગૃહિણીઓ હતી. આમ વર્ષ ૨૦૨૦ માં આત્મહત્યા કરવામાં ગૃહિણીનું પ્રમાણ ૭૦% જેટલું થઈ ગયું છે. બે વર્ષમાં કુલ ૩૪૨૫ મહિલાઓએ આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવ્યો છે.

મહિલાઓમાં ખાય કરીને ગૃહિણીઓ ની આત્મહત્યા કરવાના દરમાં વધારો થવાના કારણોમાં મોખરે ઘર કંકાસ છે. જે ખાસ કરીને કોરોના સમયમાં ખુબ જ વધ્યો હતો. મહિલાઓ પાસે કોઇ આરોના રહેતા અંતે તે જીવન ટુંકાવાનું વધુ મુનાસીબ સમજે છે. જેને લીધે આત્મહત્યાના દરમાં ચિંતાજનક વધારો થયો છે. વર્ષ ૨૦૧૯માં સમગ્ર દેશમાં ૪૧,૪૯૩ મહિલાઓએ આત્મહત્યા કરી હતી જેમાંથી ૨૧,૩૫૯ ગૃહિણીઓ હતી અને વર્ષ ૨૦૨૦માં કુલ ૪૪,૪૯૮ મહિલાઓએ આત્મહત્યા કરી હતી જેમાંથી ૨૨,૩૭૪ ગૃહિણીઓ હતી. આમ દેશભરમાં આત્મહત્યા કરવામાં મહિલા ગૃહિણીઓનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે

(12:40 am IST)