Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

પંજાબના કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ વડાપ્રધાન મોદીને મળ્યા: વિવિધ અટકળ શરૂ

રવનીત સિંહ બિટ્ટુએ આ બેઠકને પંજાબના મુદ્દાઓ સાથે જોડાયેલી જણાવી પરંતુ રાજકીય ગલિયારામાં પણ અનેક અટકળો

પંજાબના કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ સોમવારે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેમણે રાજ્યના વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠક બાદ બિટ્ટુએ ટ્વીટ કર્યું, “આજે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મળ્યા અને પંજાબના મુદ્દાઓ પર ચર્ચા કરી.”

લુધિયાણાના લોકસભાના સભ્ય અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગસ્થ બિઅંત સિંહના પૌત્ર બિટ્ટુએ વડા પ્રધાનને સંસદ ભવનમાં તેમના કાર્યાલયમાં મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બિટ્ટુએ પંજાબ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વડા પ્રધાન પાસે અગાઉ સમય માંગ્યો હતો.

જો કે રવનીત સિંહ બિટ્ટુએ આ બેઠકને પંજાબના મુદ્દાઓ સાથે જોડાયેલી જણાવી હતી, પરંતુ રાજકીય ગલિયારામાં પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ઘણા લોકો કહે છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે. પંજાબમાં કોંગ્રેસની મોટી હાર બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાર્ટીના કેટલાક નેતાઓ નારાજ છે અને પક્ષ બદલી શકે છે. જો કે, પાર્ટીના કોઈપણ નેતાએ આ અટકળો પર મહોર મારી નથી.

(11:57 pm IST)