Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

બિહારમાં દારૂબંધીના કડક અમલ માટે નીતીશકુમારની સરકાર આકરા પાયે: પ્રથમ વખત ઝડપાય તો બે થી પાંચ હજારનો દંડ અને બીજી વખત ઝડપાય તો એક વર્ષની જેલ સજા

બિહાર સરકારે કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ દારૂ પીતા પહેલી વખત ઝડપાશે તો તેને બે હજાર થી પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો આ વ્યક્તિ દંડની રકમ ભરશે નહીં તો ૩૦ દિવસની જેલ સજા ભોગવવી પડશે. જો બીજી વખત આ જ વ્યક્તિ દારૂ પીતા ફરી પકડાશે તો તેને એક વર્ષની જેલ સજાની જોગવાઈ કરવામાં આવી છે

(11:31 pm IST)