Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

શાંઘાઈ સતત લોકડાઉન હેઠળ રહેશે: ૨૦૦૦થી વધુ ડોકટરો અને સ્ટાફ સારવારમાં મદદ માટે મોકલી અપાયો

શહેરના તમામ લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

ચીનનું બીજા નંબરનું સૌથી મોટું શહેર શાંઘાઈ સતત લોકડાઉન હેઠળ રહેશે અને લોકડાઉનના અંતની કોઈ જાહેરાત સરકારે કરી નથી. દરમિયાન ચીનની સરકારે શાંઘાઇમાં વધુ સારવાર મળી રહે તે માટે બે હજારથી વધુ ડોકટરો અને મેડિકલ સ્ટાફ મોકલી આપ્યો છે. નવો કોરોના ઝડપભેર ફેલાઈ ચૂક્યો હોય ચીનની સરકારે શાંઘાઇમાં સંપૂર્ણ આકરૂ લોકડાઉન લાદી દીધું છે અને શહેરના તમામ લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે..

 

(11:27 pm IST)