Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર નજીક હુમલામાં ઘાયલ જવાનોના ખબર-અંતર પૂછયા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર ખાતે BRD મેડિકલ કોલેજની મુલાકાત લીધી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં BRD મેડિકલ કોલેજની  મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર હુમલામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને મળ્યા હતા

.બીજી તરફ ગઇકાલે બે પોલીસકર્મીઓ પર હુમલો કરનાર આરોપી મુર્તઝાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

લખનૌમાં અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થી અને અધિક પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે આજરોજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હુમલાખોર આતંકવાદી ઘટનાને અંજામ આપવાના ખરાબ ઈરાદા સાથે મંદિર પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. PAC અને પોલીસ કર્મચારીઓ નિષ્ફળ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ઘટનામાં હુમલાખોરે પીએસીના બે જવાનોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. અવસ્થીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ યુપી એટીએસને સોંપવાની સૂચના આપી છે.

 

(10:47 pm IST)