Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

શ્રીલંકાના વિપક્ષ નેતા સજિથ પ્રેમદાસાની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ :કહ્યું-યથાસંભવ મદદ કરવા કરો

સજિથ પ્રેમદાસાએ કહ્યું- આ અમારી માતૃભૂમિ છે, અમારે પોતાની માતૃભૂમિને કોઇપણ કિંમતે બચાવવી છે.

કોલંબો : શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે ત્યાના વિપક્ષ નેતા સજિથ પ્રેમદાસાએ ભારતીય પ્રધાનમંત્રી મોદીને આ દ્વિપીય દેશને અધિકતમ સંભવ સીમા સુધી મદદ આપવા આગ્રહ કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે સોમવારે થયેલી વાતચીતમા સજિથ પ્રેમદાસાએ પીએમ મોદીને કહ્યું કે કૃપા કરી શ્રીલંકાની યથાસંભવ મદદ કરવાનો પ્રયત્ન કરો. આ અમારી માતૃભૂમિ છે, અમારે પોતાની માતૃભૂમિને કોઇપણ કિંમતે બચાવવી છે

શ્રીલંકાના નેતાએ ગોટાબાયા રાજપક્ષે સરકારની કેબિનેટના સામૂહિક રાજીનામા દેશના લોકોને દગો આપવા માટે રચવામાં આવેલ મેલોડ્રામા ગણાવ્યા છે. શ્રીલંકામાં આર્થિક સંકટથી ઉભા થયેલા રાજનીતિક સંકટ વચ્ચે નેતા પ્રતિપક્ષ સજિથ પ્રેમદાસાએ કહ્યું કે ગોટાબાયા રાજપક્ષેની કેબિનેટનું સામૂહિક રાજીનામું એક મેલોડ્રામા છે. જે અમારા દેશના લોકોને ઠગવા માટે કરવામાં આવી રહ્યું છે. આ દેશની જનતાને કોઇ પ્રકારની રાહત આપવાની દિશામાં કોઇ વાસ્તવિક પ્રયત્ન નથી. પણ મૂર્ખ બનાવવાની રીત છે.

પ્રેમદાસાએ કહ્યું કે રાજનીતિ મ્યૂઝીકલ ચેર વાળી કોઇ રમત નથી, જેમાં રાજનેતા પોતાની પોઝિશન બદલી શકે છે. સજિથ પ્રેમદાસાની આગેવાની વાળા રાજનીતિક ગઠબંધને પોતાના આધિકારિક હેન્ડલથી ટ્વિટ કર્યું કે અમે રાજીનામું ઇચ્છીએ છીએ અને પછી એક રાજનીતિ મોડલ ઇચ્છીએ છીએ, જે વાસ્તવમાં કામ કરે

આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ રાષ્ટ્રીય સંકટનું સમાધાન શોધવા માટે વિપક્ષી દળોને એક સર્વદળીય સરકારમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે. બધા રાજનીતિક દળોને લખેલા પત્રમાં રાજપક્ષેએ વર્તમાન સંકટ માટે ઘણા આર્થિક અને વૈશ્વિક કારણોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે વિપક્ષી દળોને લખેલા પત્રમાં લખ્યું કે એશિયાના અગ્રણી લોકતંત્રોમાંથી એક તરીકે, આ સંકટને લોકતંત્ર રીતથી ઉકેલ લાવવાની આવશ્યકતા છે. રાષ્ટ્રીય હિતમાં નાગરિકો અને આવનાર પેઢીઓ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

(9:11 pm IST)