Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જાહેર સ્થળોએ પ્રવેશ માટે રસી ફરજિયાત બનાવવાના અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર : નામદાર કોર્ટે આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો : મ્યુનિ.કમિશનરે શહેરના રહેવાસીઓની સલામતી જોવાની હોય છે

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર સ્થળોએ પ્રવેશ માટે રસી ફરજિયાત બનાવવાના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. અમદાવાદ દ્વારા જારી કરાયેલા પરિપત્રને યથાવત રાખતા ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશનને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે, "આખરે મ્યુનિસિપલ કમિશનર શહેરની અંદરના જાહેર સ્થળોનો હવાલો ધરાવે છે. તેમણે રહેવાસીઓની સલામતીની ખાતરી કરવાની હોય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ("AMC") એવા લોકોને અમુક જાહેર સ્થળોએ પ્રવેશ નકારે છે જેમણે COVID-19 રસીના બંને ડોઝ લીધા નથી. અરજીને ફગાવી દેતા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે કહ્યું, "કેસના તથ્યો અને સંજોગોમાં, આ કોર્ટ માટે ભારતના બંધારણની કલમ 136 હેઠળ તેના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાનો કોઈ કેસ નથી."

 AMCએ પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં જણાવાયું હતું કે કોર્પોરેશને ભવ્ય રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે અમુક જાહેર સ્થળો (ઝોનલ ઑફિસ, ઝૂ, AMTC, BRTS, સાબરમતી રિવરફ્રન્ટ, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે)માં લોકોને તેમના કોવિડ-19 રસીકરણ માટે સ્ક્રીનીંગ કર્યા પછી પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. આ પરિપત્રને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.જેણે પરિપત્રને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)