Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ફાલ્ગુની શાહને બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિકનો ગ્રેમી એવોર્ડ મળ્યો

ગ્રેમી એવોર્ડ્સની ૬૪મી એડિશન : ભારતીય મ્યુઝિક કમ્પોઝર રિકી કેજને બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં પોતાનો બીજો ગ્રેમી પુરસ્કાર મળ્યો

લાસવેગાસ, તા.૪ : દર વર્ષની માફક આ વર્ષે પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સર્વોચ્ય સન્માનવાળા ગ્રેમી એવોર્ડ્સની ૬૪મી એડિશનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે અમેરિકાના લાસ વેગાસ ખાતે એમજીએમ ગ્રાન્ડ ગાર્ડન એરીનામાં મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ શો ગ્રૈમી એવોર્ડ્સ ૨૦૨૨ ચાલી રહ્યો છે.

ભારતીય મ્યુઝિક કમ્પોઝર રિકી કેજને બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં પોતાનો બીજો ગ્રૈમી પુરસ્કાર મળ્યો છે. તેમને માટે સ્ટીવર્ટ કોપલૈંડ સાથે આ એવોર્ડ મળ્યો છે. રિકીએ સ્ટેજ પર એવોર્ડ સ્વીકારતી વખતે 'નમસ્તે' દ્વારા અભિવાદન કર્યું હતું.

રિકીએ સ્ટીવર્ટ સાથેનો ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'મહાન શખ્સીયત સાથે ઉભા રહેવામાં કૃતજ્ઞતા અને પ્રેમનો અનુભવ થઈ રહ્યો છે. મારો બીજો ગ્રૈમી અને સ્ટીવર્ટનો છઠ્ઠો એવોર્ડ. સંગીતમાં આ સહયોગ, કામ આપવા કે સાંભળવા માટે તમારા સૌનો આભાર. તમે છો એ કારણે જ મારૃં અસ્તિત્વ છે.'

અમેરિકામાં જન્મેલા પરંતુ બેંગલુરૂમાં રહેતા રિકીને વર્ષ ૨૦૧૫માં પોતાના આલ્બમ 'વિંડ્સ ઓફ સમસરા'  માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં પોતાનો પ્રથમ ગ્રેમી પુરસ્કાર મળ્યો હતો.

ભારતીય અમેરિકી ગાયક ફાલ્ગુની શાહને પણ બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. ફાલ્ગુનીને 'અ કલરફુલ વર્લ્ડ' આલ્બમ માટે સન્માનિત કરવામાં આવી છે.

(8:13 pm IST)