Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મસ્કે ટ્વીટરમાં ૯.૨ ટકા હિસ્સો ખરીદ્યો, શેરના ભાવ ઊંચકાયાએજન્ટ દ્વારા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી અપાતી હતી

એપથી લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ જબ્બે : આ એપ પાછળ ચાઈનીસ એપનું કનેક્શન સામે આવ્યું

નવી દિલ્હી, તા.૪ : એપ પરથી લોન અપ્લાય કરો અને તાત્કાલિક રૂપિયા મેળવો અને તે પછી લોન રિકવરી એજન્ટ દ્વારા ન્યૂડ ફોટો વાયરલ કરવા સહિતની ધમકી આપવામાં આવતી હતી.

 આવો જ એક કિસ્સો તાજેતરમાં અમદાવાદમાં બન્યો હતો કે જેમાં કાપડના વેપારી દ્વારા એપ પરથી લોન લીધા બાદ તેમને તથા તેમના સગાને પરેશાન કરવામાં આવતા હતા. હવે દિલ્હીમાં આ રેકેટનો પર્દાફાશ થયો છે અને એક ગેગ પકડાઈ છે. આ એપ પાછળ ચાઈનીસ એપનું કનેક્શન સામે આવ્યું છે. ઈન્ટરનેશનલ સિન્ડિકેટનો ભાંડો ફૂટ્યો છે જેમાં એપ દ્વારા તાત્કાલિક લોનની વાત કરીને ફોન હેક કરી લેવામાં આવતો હતો અને તે પછી પીડિતના એડિટ કરેલા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં તાજેતરમાં આ પ્રકારના ઘણાં કિસ્સા સામે આવ્યા હતા.

દેશભરમાં ચાલેલા દરોડામાં એક મહિલા સહિત ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય અન્ય દેશોમાં સક્રિય ચીનના સંદિગ્ધોની પણ ઓળખ થઈ છે. આર્થિક મુશ્કેલીમાં મૂકાયેલા લોકોને લોકોની લાલચ આપ્યા બાદ તેમની પાસેથી પડાવેલા રૂપિયા ચીન, હોંગકોંગ અને દુબઈ મોકલવામાં આવતા હતા. પોલીસને કાર્યવાહી દરમિયાન એક જ અકાઉન્ટમાંથી ૮.૨૫ કરોડ રૂપિયા મળ્યા છે. આ સિવાય ૨૫ અન્ય ખાતાની ઓળખ થઈ છે. આ સિવાય પોલીસને કેશ, નવી એસયુવી, લેપટોપ, ડઝન ડેબિટ કાર્ડ અને પાસબૂક પણ મળી છે.

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટને સિન્ડિકેટના ઓપરેશન પર એક્શન લેવા માટે કહ્યું હતું. આ પછી સ્પેશિયલ સેલના નેતૃત્વમાં એક ટીમ બનાવીને તપાસ શરુ કરવામાં આવી હતી.

(8:11 pm IST)