Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ન્યૂઝીલેન્ડના રોસ ટેલરની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા

કિવી ક્રિકેટરના અચાનક નિર્ણયથી ચાહકોમાં નિરાશા : રોસ ટેલરે નેધરલેન્ડ સામે ત્રીજી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સોમવારે હેમિલ્ટનમાં પોતાની છેલ્લી મેચ રમી

હેમિલ્ટન, તા.૪ : સમગ્ર દુનિયાના ક્રિકેટ ચાહકો પર અત્યારે આઈપીએલ ૨૦૨૨નુ ઝૂનુન ચઢેલુ છે. આ દરમિયાન વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીએ અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે. આ દિગ્ગજ ક્રિકેટરના અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના સમાચાર સામે આવતા ચાહકોને આંચકો લાગ્યો છે. 

ન્યુઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર રૉસ ટેલરે ઈન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા-હંમેશા માટે અલવિદા કરી દીધુ છે. જેનાથી તેમના ફેન્સ ઘણા નિરાશ છે. પોતાના કરિયરના આખિરી મેચ દરમિયાન રૉસ ટેલર ખૂબ રડ્યા. રોસ ટેલરએ નેધરલેન્ડ સામે ત્રીજી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સોમવારે હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ તરફથી પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેમણે ૧૪ રન બનાવ્યા. દર્શકોએ ઉભા થઈને રોસ ટેલરનુ અભિવાદન કર્યુ.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો જીવ ગણાતા રૉસ ટેલર પોતાના કરિયરની છેલ્લી મેચ પહેલા ખૂબ રડ્યા. નેધર લેન્ડ સામે હેમિલ્ટનમાં ત્રીજી વન ડે મેચ પહેલા રાષ્ટ્રગાન દરમિયાન રૉસ ટેલરના આંસુ છલક્યા. જે બાદ તેમણે સાથીઓને સંભાળ્યા. આ દરમિયાન ટેલરની સાથે તેમની પત્ની અને બાળકો પણ હાજર હતા. રૉસ ટેલરની નેધરલેન્ડ સામે આ મેચ ન્યુઝીલેન્ડ માટે ૪૫૦મી અને છેલ્લી મેચ હતી, જેણે તેમના ૧૬ વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરનો પણ અંત થઈ ગયો. આ ૩૮ વર્ષીય બેટ્સમેનએ આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ તે પોતાના ઘરેલૂ મેદાન હેમિલ્ટન પર અંતિમ મેચ રમીને ક્રિકેટને અલવિદા કહેવા માગતા હતા.

રાષ્ટ્રગાન દરમિયાન રૉસ ટેલરના બાળકો મેકેંજી, જોંટી અને એડિલેડ તેમની સાથે ઉભા હતા જ્યારે રૉસ ટેલર મેદાન પર ઉતર્યા અને પાછા ફર્યા તો નેધરલેન્ડના ખેલાડીઓએ તેમની બંને તરફ ઉભા થઈને તેમને સન્માન આપ્યુ. રૉસ ટેલરે વર્ષ ૨૦૦૬માં ન્યૂઝીલેન્ડ માટે પોતાની પહેલી વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આગામી વર્ષે તેમણે પોતાની પહેલી ટેસ્ટ રમી. રૉસ ટેલરે ૧૧૨ ટેસ્ટ મેચમાં ૧૯ સદીની મદદથી ૭,૬૮૩ રન બનાવ્યા. ટેલરે ૨૩૬ વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ૮,૫૯૩ રન અને ૧૦૨ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૧,૯૦૯ રન બનાવ્યા. ટેલર દુનિયાના એકમાત્ર ખેલાડી છે, જેમણે ત્રણેય પ્રારૂપમાં ૧૦૦થી વધારે ઈન્ટરનેશનલ મેચ રમી છે.

 

(8:08 pm IST)