Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

દિલ્હીની જામા મસ્જિદ આસપાસ ગેરકાયદે બાંધકામ : હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : નામદાર કોર્ટે કેન્દ્ર સરકાર , મ્યુનિસિપાલીટી , તથા દિલ્હી પોલીસને ગેરકાયદે બાંધકામ રોકવાનો આદેશ આપ્યો : ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે સોમવારે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI), મ્યુનિસિપલ સત્તાવાળાઓ અને દિલ્હી પોલીસને જામા મસ્જિદ તેમજ જૂની દિલ્હીના સમગ્ર દિવાલ-શહેરના વિસ્તારની આસપાસ અતિક્રમણ અને અનધિકૃત બાંધકામ રોકવાનો નિર્દેશ આપ્યો હતો.

હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં આડેધડ રીતે અને ધારાધોરણોનું પાલન કર્યા વિના બાંધકામ અને અતિક્રમણ ચાલી રહ્યું છે.આથી કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને નવીન ચાવલાની ડિવિઝન બેન્ચે જાહેર હિતની અરજી (PIL) પર અતિક્રમણને હાઇલાઇટ કરતી અરજી પર નોટિસ જારી કરી હતી અને પ્રતિવાદીઓને ત્રણ સપ્તાહની અંદર તેમના જવાબો દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.

આ કેસની વધુ સુનાવણી 14મી જુલાઈએ થશે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:26 pm IST)