Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

શ્રીરામચરિત માનસ એ બ્રહ્મવિદ્યા છેઃ પૂ. મોરારીબાપુ

હરિદ્વાર ખાતે આયોજીત ‘માનસ ગુરૂકુળ' શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ તા. ૪ :.. ‘શ્રીરામચરિત માનસ એ બ્રહ્મવિદ્યા છે' તેમ પૂ. મોરારીબાપુએ હરિદ્વાર ખાતે આયોજીત ‘માનસ ગુરૂકુળ' શ્રીરામકથાના ત્રીજા દિવસે કહ્યું હતું.
પૂ. મોરારીબાપુએ માનસ ‘બ્રહ્મસૂત્ર' વિષય ઉપર શ્રીરામ કથા કરવાની ઇચ્‍છા વ્‍યકત કરી હતી. આ તકે પૂ. રામદેવજી મહારાજ કથા શ્રવણ માટે ઉપસ્‍થિત રહ્યા હતાં.
પૂ. મોરારીબાપુએ ગઇકાલે બીજા દિવસે કહયું કે, આપણા જેવા સંસારીઓના ઘરમાં સંતાપના પ્રધાનતા હોય છે, સંઘર્ષ હોય છે જયારે ગુરૂગૃહમાં શાંતિ અને પ્રસન્નતા હોય છે, સંઘર્ષ નહીં પણ સમર્પણ હોય છે. ગૃહસ્‍થનાં ઘરમાં બધા સંબંધ હોય છે.
કોઇપણ સંબંધ બંધન આપે છે અને ગુરૂગૃહ અધ્‍યાત્‍મ સંબંધ પ્રદાન કરે છે. એક નિヘતિ અંતર આપે છે. બાપુએ કહયું કે અહીં દ્વૈત આવશ્‍યક છે. કારણ કે આ આશ્રિત અને આ ગુરૂ એ અત્‍યંત જરૂરી અહીં અદ્વેત ન ચાલે. ગુરુજનોને એજન્‍ટ શબ્‍દ સુધીની ગાળો પણ આપવામાં આવેલી છે. ગૃહસ્‍થના ગૃહમાં નોકરી કરવી પડે છે અને ગુરૂગૃહમાં ચાકરી કરવાની હોય છે. નોકરીએ મજબૂરી છે અને ચાકરીમાં સેવાભાવ છે. મીરા કહેતી કે, મોહે ચાકર રાખોજી, ચાકર રહીસું, બાગ લગાસું, નીત ઉઠી દરસન પાસું, વૃંદાવન કી કુંજગલીમેં ગાવિંદ લીલા ગાસું.
અહીં કિંકર-દાસ ભાવ છે. રામચરિતમાનસનું પ્રથમ પ્રકરણ ગુરૂવંદનાથી શરૂ થાય છે અને આપ પણ આવી મૂળ ધારાને નિભાવે એવા ગુરૂકુળમાં રહો છો. બાપુએ કહયું કે આ માનસ મારા માટે સ્‍વયં ગુરૂકુળ છે. અહીં બાળપણ કેવું હોવું જોઇએ એ બાલકાંડ શીખવે છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્‍યું કે, ગૃહસ્‍થનાં ગૃહમાં સંગ્રહ હોય છે અને ગુરૂના ગૃહમાં ત્‍યાગની પ્રધાનતા હોય છે. ગુરૂકુળમાં જે કુલગુરૂ હોય છે એ દરેક વિધાનો જ્ઞાતા હોય છે. છ વસ્‍તુની શરણમાં અને સંરક્ષણમાં ન રહેવું જોઇએ. વસૂકી ગયેલી ગાય, જે પરિવારમાંસ્ત્રી વારંવાર જુઠું બોલે, જેના ધનનો પરોપકારમાં ઉપયોગ ન થાય, જે બાળકો સંસ્‍કાર ચૂકી ગયા હોય, જેની વાણીમાં સંસ્‍કાર સભ્‍યતા અને હરિ ભજન ન દેખાય અને જેનામાંથી સાધુતા નીકળી ગઇ તેવો વકતા આ છનાં સંરક્ષણમાં ન રહેવું જોઇએ.

 

(4:47 pm IST)