Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ગળામાં ૪૫ કરોડની વસ્‍તુ પહેરીને જોવા મળ્‍યો યુટ્‍યુબ સ્‍ટાર

લોગન પોલને તેના કાર્ડ માટે ગિનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પણ સ્‍થાન મળ્‍યું છે

નવી દિલ્‍હી, તા.૪: સોશિયલ મીડિયા સ્‍ટાર લોગન પોલે ષ્‍ષ્‍ચ્‍ ષ્‍શ્વફૂતદ્દશ્રફૂર્પ્‍ીઁર્શીમાં ચોંકાવનારું ડેબ્‍યુ કર્યું છે. શોમાં એન્‍ટ્રી દરમિયાન તેઓ વિશ્વના સૌથી મોંઘા પોકેમન કાર્ડ પહેરેલા જોવા મળ્‍યા હતા. તેની કિંમત ૪૫ કરોડથી પણ વધારે જણાવવામાં આવી રહી છે. તે ખૂબ જ રેયર પિકાચુ ગ્રાફિક કાર્ડ છે.

ષ્‍ષ્‍ચ્‍એ પોતાના ઓફિશિયલ હેન્‍ડલથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં ૨૭ વર્ષના અમેરિકી યુટ્‍યુબર એરિનામાં એન્‍ટ્રી કરતા નજર આવી રહ્યા છે. આ દરમિયાન તેમના ગળામાં પોકેમોન ટ્રેડ કાર્ડ લટકતો દેખાઈ રહ્યો છે. તેમને તેના કાર્ડ માટે ગિનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પણ સ્‍થાન મળ્‍યું છે.

ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડના જણાવ્‍યા પ્રમાણે લોગન પોલને આ પ્રતિષ્ઠિત ભ્‍લ્‍ખ્‍ ગ્રેડ ૧૦ પિકાચુ ઈલસ્‍ટ્રેટર કાર્ડ ૪૦ કરોડ રૂપિયાના રેકોર્ડ બ્રેકિંગ ટ્રેન્‍ડ બાદ મળ્‍યો છે. પોલે આ કાર્ડ ૨૨ જૂલાઈ ૨૦૨૧ ખરીદ્યો હતો. એક પ્રાઈવેટ સેલમાંથી ખરીદવામાં આવેલ આ સૌથી મોંઘો પોકેમોન ટ્રેડ કાર્ડ છે.

તમને જણાવી દઈએ કે, ભ્‍લ્‍ખ્‍ ગ્રેડ ૧૦ પિકાચુ ઈલસ્‍ટ્રેટર કાર્ડને મેળવવા માટે લોગન પોલે પોતાનો ભ્‍લ્‍ખ્‍ ગ્રેડ ૯ પિકાચુ ઈલસ્‍ટ્રેટર કાર્ડ આપવો પડ્‍યો હતો. જેને લગભગ ૯.૬ કરોડ રૂપિયામાં તેમણે ઈટાલીના મેટ એલનથી ખરીદ્યો હતો. આ સિવાય ગ્રેડ ૧૦ કાર્ડ માટે તેમણે લગભગ ૩૦ કરોડ રૂપિયા પણ આપવા પડ્‍યા હતા. જોકે, ભ્‍લ્‍ખ્‍ના પ્રાઈસ ગાઈડ પ્રમાણે તેની કિંમત લગભગ ૪૫ કરોડ રૂપિયા છે.

લોગન પોલે ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે, પિકાચુ ઈલસ્‍ટ્રેટર દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત અને ખૂબ જ રેર પોકેમોન કાર્ડ છે. વર્ષ ૧૯૯૮ના ઈલસ્‍ટ્રેશન કોન્‍ટેસ્‍ટના માત્ર ૩૯ વિજેતાઓને આ મળ્‍યા હતા. તેમાંથી માત્ર એક ને જ પરફેક્‍ટ ૧૦ ગ્રેડ મળ્‍યા હતા. જેને લોગન પોલે ખરીદયો હતો.

(3:14 pm IST)