Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

આશારામ બાપુએ રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી કરી : સગીર યુવતી પર બળાત્કારના કેસમાં સજા સ્થગિત કરવા ત્રીજી વખત માંગણી કરી : નામદાર કોર્ટે બે સપ્તાહમાં અરજીનો જવાબ આપવા સરકારી વકીલને નિર્દેશ કર્યો

જોધપુર : આશારામ બાપુએ રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં સગીર યુવતી પર બળાત્કારના કેસમાં સજા સ્થગિત કરવા ત્રીજી વખત માંગણી કરી
 છે. જેના અનુસંધાને રાજસ્થાન હાઈકોર્ટે સરકારી વકીલને સગીર બળાત્કારના કેસમાં સજા સ્થગિત કરવાની માંગ કરતી આસારામ બાપુની ત્રીજી અરજી પર બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

જસ્ટિસ સંદીપ મહેતા અને વિનીત કુમાર માથુરે આદેશ આપ્યો હતો કે, "પબ્લિક પ્રોસિક્યુટરને સજા સ્થગિત કરવાની આ ત્રીજી અરજી પર જવાબ દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે." અગાઉ, 21 મે 2021ના રોજ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ દેવેન્દ્ર કચવાહાની બનેલી રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેંચે જિલ્લા અને જેલ પ્રશાસનને આદેશ આપ્યો હતો કે આસારામને યોગ્ય સારવાર, પોષક આહાર અને સુરક્ષિત વાતાવરણ સાથે વૃદ્ધાવસ્થા અને તબીબી સ્થિતિ મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે 31.08.2021 ના રોજ આસારામ બાપુ દ્વારા તબીબી સારવાર માટે સજાને કામચલાઉ સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ધ્યાનમાં લેવાનો પણ ઇનકાર કર્યો હતો.

હવે નામદાર કોર્ટે મામલો  બે અઠવાડિયા પછી લિસ્ટ કર્યો છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:16 pm IST)