Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

' અમને પણ ક્રિકેટ રમવાનો શોખ છે ' : દિલ્હીમાં ગઈકાલ રવિવારે ન્યાયધીશો અને વકીલો વચ્ચે ફ્રેન્ડલી T-20 મેચ રમાઈ : સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ એન.વી.રમનાની કેપટનશીપ હેઠળની ટીમે ફટકાબાજી કરી 180 રનનો ખડકલો કરી દીધો : વકીલો 88 રનમાં ઓલ આઉટ

ન્યુદિલ્હી : ભારતના મોટા ભાગના નાગરીકો ક્રિકેટમાં દિલચશ્પી ધરાવે છે.તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશો કે વકીલો પણ બાકાત નથી .તેઓને પણ ક્રિકેટનો શોખ છે તે વાતની પ્રતીતિ ગઈકાલે જોવા મળી હતી.

જે મુજબ દિલ્હીમાં ગઈકાલ રવિવારે ન્યાયધીશો અને વકીલો વચ્ચે ફ્રેન્ડલી T-20 મેચનું આયોજન કરાયું હતું. જેમાં જજ XI એ  SCBA XI ને હરાવ્યું હતું.
CJI ટીમે 160 રન બનાવ્યા હતા. જવાબમાં, SCBA XI ઓલ આઉટ થતા પહેલા માત્ર 88 રન જ બનાવી શકી હતી.

સુપ્રીમ કોર્ટની બેન્ચે રવિવારે એક મૈત્રીપૂર્ણ T-20 ક્રિકેટ મેચમાં બાર સામે સામનો કર્યો હતો જેમાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) એનવી રમનાના નેતૃત્વમાં ન્યાયાધીશોની ટીમે બારનેસજ્જડ  હાર આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(12:24 pm IST)