Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

કિવ નજીકના શહેર બુકામાં ૨૮૦ લોકોને સામૂહિક કબરમાં દફનાવવામાં આવ્‍યા

દક્ષિણ યુક્રેનિયન શહેર મિકોલેવમાં સ્‍થાનિક સરકારી બિલ્‍ડિંગ પર રશિયન રોકેટ હુમલામાં ઓછામાં ઓછા ૩૩ લોકો માર્યા ગયા અને ૩૪ ઘાયલ થયા

કીવ,તા.૪: યુક્રેનની રાજધાની કિવની બહાર આવેલા શહેર બુકામાં લગભગ ૩૦૦ લોકોને સામૂહિક કબરમાં દફનાવવામાં આવ્‍યા છે. આ સાથે જ શહેરના મેયરે શનિવારે ખ્‍જ્‍ભ્‍ ન્‍યૂઝ એજન્‍સીને જણાવ્‍યું કે યુક્રેનની સેનાએ રશિયા પાસેથી મોટા શહેર પર નિયંત્રણ સ્‍થાપિત કરી લીધું છે. મેયર એનાટોલી ફેડોરુકે ફોન પર એએફપીને જણાવ્‍યું હતું કે, ‘અમે પહેલાથી જ બુકામાં સામૂહિક કબરોમાં ૨૮૦ લોકોને દફનાવી દીધા છે.' તેમણે કહ્યું કે શહેરની શેરીઓ, જેણે ભારે વિનાશ સજર્યો છે, તે મૃતદેહોથી ભરેલા છે.

બીજી તરફ, દક્ષિણ યુક્રેનિયન શહેર મિકોલેવમાં સ્‍થાનિક સરકારી ઈમારત પર રશિયાના રોકેટ હુમલામાં ઓછામાં ઓછા ૩૩ લોકો માર્યા ગયા અને ૩૪ દ્યાયલ થયા. યુક્રેનના અધિકારીઓએ મંગળવારના હુમલા અંગે શનિવારે એક નિવેદન બહાર પાડ્‍યું હતું અને તાજેતરના મૃત્‍યુઆંકની જાણ કરી હતી, જે અગાઉ નોંધાયેલા કરતાં વધુ છે.

રાજય કટોકટી સેવા દ્વારા મોકલવામાં આવેલી બચાવ ટીમો કાટમાળમાં બચેલા લોકોને શોધી રહી છે. રશિયન સૈનિકોએ જે બિલ્‍ડિંગ પર હુમલો કર્યો તેમાં પ્રાદેશિક ગવર્નર વિટાલી કિમની ઓફિસ હતી. શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે, તેથી મૃત્‍યુઆંક સતત વધી રહ્યો છે. 

(10:41 am IST)