Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ખોળના ભાવમાં ૬૦૦ રૂપિયાનો વધારો ઝીંકાયો

ખેડૂતો અને પશુપાલકો પર મોંઘવારીનો વધુ એક માર : ખોળના એક બાચકાનો ભાવ ૧૨૦૦ રૂપિયાથી વધીને ૧૮૦૦ રૂપિયા થઇ ગયો

નવી દિલ્‍હી તા. ૪ : ખેડૂતો અને પશુપાલકોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્‍યો છે. ખાતર બાદ હવે ખોળના ભાવમાં ૬૦૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે, જેથી ખોળના એક બાચકાના ભાવ ૧ હજાર ૨૦૦થી વધીને ૧ હજાર ૮૦૦ રૂપિયાએ પહોંચી ગયા છે. ખોળના ભાવમાં એક સાથે ૬૦૦ રૂપિયા વધતાં પશુઓનો નિભાવ મુશ્‍કેલ બન્‍યો છે. પરિણામે ભાવનગર જિલ્લાના પશુપાલકો પશુઓને સડેલા શાકભાજી ખવડાવવા મજબૂર બન્‍યા છે. પશુપાલકોનું કહેવું છે કે, એક તરફ પશુઓના નિભાવ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ દૂધના ભાવ નથી મળી રહ્યા જેથી તેમની મુશ્‍કેલી વધી છે.
સતત વધી રહેલી મોંદ્યવારીથી દૂધાળા પશુઓના દાણ પણ બાકાત રહ્યા નથી. પશુઓ માટેના ઘાસચારા અને ખોળમાં તોતિંગ ભાવ વધારો આવ્‍યો છે. ખોળના એક બાચકાનો ભાવ ૧૨૦૦ રૂપિયાથી વધીને ૧૮૦૦ રૂપિયા થઈ ગયો છે. ત્‍યારે પશુઓનો નિભાવ પશુપાલક માટે ભારે મુશ્‍કેલ બન્‍યો છે. ભાવનગરમાં કેટલાક પશુપાલકો સડેલા શાકભાજી ખવડાવીને પોતાનાં પશુઓનો નિભાવ કરી રહ્યા છે

 

(10:49 am IST)