Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

હવે ચંદીગઢ પર હક્ક જમાવવા લડાઈ :પંજાબ બાદ હવે હરિયાનાએ પણ ચંદીગઢ પર જાહેર કર્યો પોતાનો અધિકાર

, હરિયાણા વિધાનસભામાં પ્રસ્તાવ લાવશે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ હવે ચંદીગઢ પર હક જમાવવા માટે હરિયાણા વિધાનસભાનુ વિશેષ સત્ર બોલાવાવની જાહેરાત કરી છે.જેમાં ચંદીગઢ હરિયાણાને સોંપી દેવા માટે સરકાર પ્રસ્તાવ રજૂ કરશે તેમ મનાઈ રહ્યુ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, એક એપ્રિલે પંજાબના સીએમ ભગવંત માને ચંદીગઢ શહેર પંજાબને સોંપી દેવા માટે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, ચંદીગઢને પંજાબમાં ભેળવી દેવા માટે પ્રસ્તાવ રજૂ કરી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે, પંજાબ અને હરિયાણા એમ બંને રાજ્યોની ચંદીગઢ રાજધાની છે.1952માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

દરમિયાન તાજેતરમાં ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે એલાન કર્યુ હતુ કે, કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં કામ કરતા સરકારી કર્મચારીઓ પર કેન્દ્રના નિયમો લાગુ થશે અને પંજાબ સરકારના નિયમો નહીં.

(12:00 am IST)