Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં અત્યારે વધારો થતા ડીઝલ-પેટ્રોલના ભાવોમાં મોટો વધારો આવી શકે છે

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૫ ટકાનો વધારો અત્યારે મોડી રાત્રે, હમણાં જ થયો છે. તેનો અર્થ એવો થાય છે કે આવતા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં એક મોટો વધારો આવી શકે છે. લોકોએ વધુ નાણાં આપવા તૈયાર રહેવું પડશે. જો કે ડ્યૂટીમાં ઘટાડો કરીને સરકાર પ્રતિ લીટર 8:30 રૂપિયા સુધીનો ફાયદો આપવા માગતી હોવાનું આજે મીડિયામાં પ્રસિદ્ધ થયું છે ત્યારે બ્રેન્ટ ક્રૂડમાં અત્યારે આવેલા વૈશ્વિક ભાવ વધારાએ ચિંતાની લાગણી સર્જી છે. (ન્યૂઝફર્સ્ટ)

(10:36 pm IST)