Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

સોનાના ભાવમાં એકધારો ઝડપી ઘટાડો : ચાર દિવસમાં 1300 રૂપિયાનું ગાબડું

સોનાના ભાવો ઘટતા ગૃહિણીએ રાહત : રોકાણકારોના હાલ ખરાબ

અમદાવાદ : સોનાના ભાવોમાં સતત ઝડપથી ઘડાટો થઇ રહ્યો છે, આજે  ગુરુવારે પણ 500 રુપિયાનો ઘટાડો થયો છે,  છેલ્લા 4 દિવસમાં 999 સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમતમાં 1300 રૂપિયાનો કડાકો થઇ ગયો છે  1 માર્ચે સોનાના ભાવ 47800 હતા. જે આજે ઘટીને 46500 પર આવી ગયા.છે

હોલમાર્ક સોનાના 1 માર્ચે તેનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 46845 હતો. જે આજે 4 માર્ચે ઘટીને 45500 બોલાયો. આગલા દિવસે 3 માર્ચે તેની કિંમત 45960 હતી. સોનાના ભાવો ઘટતા ગૃહિણીએ રાહત થઇ રહી છે. પરંતુ રોકાણકારોના હાલ ખરાબ થઇ રહ્યા છે. તેમને આગામી દિવસોમાં સોનાના ભાવ વધુ ઘટવાન ચિંતા સતાવી રહી છે.

બજેટમાં સોના-ચાંદીની એક્સાઇઝ ડ્યૂટીમાં ભારે ઘટાડા ઉપરાંત કોરોના રસીની ઉપલબ્ધતા અને બીટકોઇન તરફ રોકાણકારોના ઝોકને કારણે ઘટાડો થયું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. દિલ્હી બુલિયન માર્કેટમાં 1 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ (એક તોલા) 48700 રૂપિયા હતો. જે 28 ફેબ્રુઆરીએ 46740ના સ્તરે આવી ગયો છે. જ્યારે એક જાન્યુઆરીએ સોનું 50,300 રૂપિયાના ભાવે હતું.

3 ફેબ્રુઆરીએ સોનું (999/24 કેરેટ)પ્રતિ 10 ગ્રામ 49800ના ભાવે હતું. 995/22 કેરેટનો ભાવ 49600 રુપિયા અને હોલમાર્ક ઘરેણાનો ભાવ 48800 રુપિયા હતો. જે 27 ફેબ્રુઆરીએ ઘટી ને અનુક્રમે 47800, 46600 અને 46845ના ભાવે આવી ગયું હતું.

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાવર્ષ 2020-12ના સામાન્ય બજેટમાં સોના અને ચાંદીની આયાત ડ્યૂટી (એક્સાઇઝ ડ્યૂટી) 5%ના ભારે કાપની જાહેરાત કરી હતી. એટલે કે સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડી 7.5 ટકા કરી દેવામાં આવી છે. જેની સીધી અસર બંને ધાતુના ભાવ પર પણ પડી રહી છે. વધુમાં આ વર્ષમાં ક્રિપ્ટોકક્રન્સી બિટકોઇન તરફ રોકાણકારોનું વલણ વધતા તેની પણ સોના-ચાંદી પર દેખાઇ રહી છે.

(6:45 pm IST)