Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પોસ્ટ-ઓફિસ અકાઉન્ટ હોલ્ડરને એપ્રિલથી રોકડ -ઉપાડ પર ચાર્જ લાગશે

નવી દિલ્હી,તા. ૪: જો તમારૂ ખાતુ ઇન્ડિયા પોસ્ટ ઓફિસમાં છે તો આ સમાચાર તમને નિરાશ કરનાર છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે રોકડ જમા કરવા અને ઉપાડ પર ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. નવા ચાર્જ એક એપ્રિલ, ૨૦૨૧થી અમલમાં આવશે. જોકે ખાતાના પ્રકાર અનુસાર ચાર્જ નક્કી કરવામાં આવશે.જો કે મહિનામાં ચાર વાર રોકડ ઉપાડ પર કોઇ ચાર્જ નહી લગાવવામાં આવે. ત્યારબાદ પ્રત્યેક લેવડ દેવડ પર ઉપાડ કરવામાં આવેલી રકમના રૂ. ૨૫ અથવા ૦.૫૦ ટકા ચાર્જ લેવામાં આવશે. જો કે રોકડ જમા કરવા માટે કોઇ ચાર્જ નહીં આપવો પડે. તમે કોઇ પણ વધારાનો ચાર્જ આપ્યા વગર રોકડ રકમ જમા કરાવી શકશો. સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ પર ચાર્જ લગાડવામાં આવશે.

જો સેવિંગ્સ એકાઉન્ટ સિવાય જો તમારી પાસે સેવિંગ્સ ખાતુ અથવા કરન્ટ એકાઉન્ટ ખાતુ છે તો તમે વધારાનો ચાર્જ ચૂકવ્યા વગર પ્રતિમહિને રૂ. ૨૫,૦૦૦ સુધી ઉપાડ કરી શકશો. ત્યારબાદ પ્રત્યેક ઉપાડ રૂ. ૨૫ અથવા રૂ. ૦.૫૦ ટકા ચાર્જ લેવામાં આવશે. જો તમે મહિનામાં રૂ.૧૦,૦૦૦ સુધીની રોકડ જમા કરશો તો કોઇ ચાર્જ નહી લાગે. જો તમે એનાથી વધુ રકમ જમા કરશો તો પ્રત્યેક જમા વ્યવહાર પર લઘુતમ રૂ. ૨૫ અથવા કુલ મૂલ્યના ૦.૫૦ ટકા ચાર્જ લેવામાં આવશે.

(4:04 pm IST)