Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

બાઇડન તંત્રની રેસમાંથી નીરા ટંડન બાહર થયા

વોશીંગ્ટનઃ સીનેટના વિરોધના કારણે પ્રબંધન અને બજેટ વિભાગના ડાયરેકટર પદ માટે ભારતવંશી નીરા ટંડનનું નામાંકન વ્હાઇટ હાઉસે પરત લીધુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ બીડને અન્ય એક ભારતવંશી માજુ વર્ગીસને પોતાના ઊપ સહાયક અને વ્હાઇટ હાઉસ સૈન્ય કાર્યાલયના ડાયરેકટર નિયુકત કર્યા છે.

કાઉન્સીલ ઓફ ઇકોનોમિક એડવાઇઝર્સના ચેરમેન અશ્વેત સેસિલીયા રાઉજ બન્યા છે. બીડનની કોમર્સ સેક્રેટરી જીના શઇમાડો નિયુકત થયા છે. બીડને જણાવેલ કે મે ના અંત સુધી અમેરિકામાં બધા વયસ્કો માટે પર્યાપ્ત કોરોના વેકસીન હશે.

એફબીઆઇના ડાયરેકટર ક્રિસ્ટોફર રે એ જણાવેલ કે એજન્સી, કેપીટલ હીલના રમખાણોને ઘરેલુ આતંકવાદના રૂપે જોઇ રહી છે.

(2:44 pm IST)