Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

શરમજનક : જલગાંવની હોસ્ટેલમાં પોલીસે અને અન્ય લુખ્ખાએ યુવતીઓ પાસે કરાવ્યો જબરજસ્તી ન્યૂડ ડાન્સ

જિલ્લા અધિકારી સમક્ષ સામાજિક સંગઠનોની ફરિયાદ : વિધાનસભામાં પણ પડઘો પડ્યો

જલગાંવ જિલ્લાની સરકારી હોસ્ટેલમાં અમુક પોલીસ કર્મચારી અને બહારથી આવેલી વ્યક્તિએ યુવતીઓ પાસે જબરજસ્તી ન્યૂડ ડાન્સ કરાવડાવ્યો હોવાની શરમજન ઘટના પ્રકાશમાં આવી હતી. સામાજિક સંગઠનના પ્રતિનિધિઓએ આ પ્રકરણે જિલ્લા અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી અને આ ઘટનાનો પડઘો વિધાનસભામાં પણ પડયો હતો.

  મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મારફતે જલગાંવની ગણેશ કોલોનીમાં નિરાધાર તેમજ અન્યાય અથવા અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ અને યુવતીઓના રહેવાની અને ભોજનની વ્યવસ્થા આશાદીપ હોસ્ટેલમાં કરવામાં આવે છે. આ હોસ્ટેલમાં અગાઉ પણ ગેરપ્રકારની ફરિયાદ મળતી હતી. આ બાબતને ધ્યાનમાં રાખતાં ફાઉન્ડેશન દ્વારા મંગળવારે બપોરે હોસ્ટેલની મુલાકાત લેવામાં આવી હતી.

(11:31 am IST)
  • સ્વીડનમાં આઠ લોકોને છૂરી હુલાવી દેવાઇ: હુમલો કરનાર ઝડપાઈ ગયો: ત્રાસવાદી હુમલો થયાનું મનાય છે access_time 1:14 am IST

  • બ્રાઝિલ અને અમેરિકામાં ફરી કોરોના કેસોમાં ઉછાળો આવ્યો: ભારતમાં પણ અચાનક કેસો વધીને ૧૭ હજારને વટી ગયા: બ્રાઝિલમાં ૭૪ હજાર: યુએસએમાં ૬૬ હજાર: ફ્રાન્સ ૨૬ હજાર: ઈટાલી ૨૦ હજાર: ભારત ૧૭ હજાર નવા કેસ, ૮૯ નવા કેસ, ૧૪ હજાર સજા થાય, ગઈ રાત સુધીમાં ૧૫ હજાર નવા કેસ નોંધાયેલ: જર્મની અને રશિયા ૧૦ હજાર: ઇંગ્લેન્ડ ૬ હજાર, કેનેડા ૨૮૦૦: યુનાઇટેડ આરબ અમીરાત ૨૭૦૦, સાઉદી અરેબિયા ૩૩૧: જ્યારે ચીનમાં ૧૦ ઓસ્ટ્રેલિયા ૧૧ અને હોંગકોંગમાં ૧૪ નવા કોરોના કે આજ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:53 am IST

  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST