Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મોદી શાસનમાં સ્‍વતંત્રથી થોડા ‘ઓછા સ્‍વતંત્ર' થયા લોકો

વોશીંગ્‍ટન થીંકટેન્‍કે સ્‍કોર ઘટાડતા કહ્યું મોદી PM બન્‍યા પછી લાગ્‍યા ઘણા પ્રતિબંધો

નવી દિલ્‍હી,તા.૪ : ફ્રીડમ હાઉસના નવા રિપોર્ટમાં ભારતને આંચકો લાગ્‍યો છે. હાલમાં જ બહાર પડાયેલ રિપોર્ટ ‘‘ડેમોક્રેસી અંડર સીઝ''માં કહેવાયું છે કે ૨૦૧૪માં મોદી વડાપ્રધાન બન્‍યા પછી ભારતીય લોકોની સ્‍વતંત્રતામાં ઘટાડો નોંધાયો છે. જો કે રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે સ્‍થિતીમાં આ ફેરફાર વૈશ્વિક ફેરફારનો જ એક ભાગ છે. ભારત સરકાર તરફથી આ રિપોર્ટ અંગે કોઇ પ્રતિક્રિયા નથી થઇ. ફ્રીડમ હાઉસ તરફથી કહેવામાં આવ્‍યું છે કે ૨૦૧૪ પછીથી ભારતમાં માનવાધિકારી સંગઠનો પર દબાણ બહુ વધી ગયું છે. રાજદ્રોહ કાનૂન અને મુસલમાનો પર હુમલાઓનો ઉલ્લેખ કરતા લખાયું છે કે દેશમાંનાગરિક સ્‍વતંત્રયની હાલતમાં ઘટાડો જોવા મળ્‍યો છે. મોદીના વડાપ્રધાન બન્‍યા પછી વર્તમાન સમયમાં ભારતે એક લોકશાહી લીડર તરીકે કામ કરવાનું છોડી દીધું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ૨૦૧૯ પછી ભારતના રેન્‍કીંગમાં બહુ ઘટાડો થયો છે.  દુનિયાના ૧૦૦ સૌથી આઝાદ દેશોના લીસ્‍ટમાં ભારતનું રેંકીગ ૭૧થી ઘટીને ૬૭ થઇ ગયું છે. જ્‍યારે ૨૧૧ દેશોના લીસ્‍ટમાં ભારત ૮૩માં નંબર પરથી ૮૮માં નંબરે પહોંચી ગયું છે. આના માટે હિંદુ રાષ્‍ટ્રવાદી ભાજપા સરકાર હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.

 

(3:56 pm IST)