Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

હવે ભારતીય બંદર પર ચીની હૈકરોનો ડોળો : અમેરિકી કંપનીએ ભારતને ચેતવ્યું

એક ભારતીય બંદરના નેટવર્ક સિસ્ટમમાં ચીન દ્વારા પ્રેરિત હેકરોએ કનેક્શન ખોલ્યું:એ અત્યારે પણ એક્ટિવ: હેકર્સના જૂથ અને ભારતીય દરિયાઇ બંદરની વચ્ચે ટ્રાફિક એક્સચેન્જ થયો

નવી દિલ્હી : પૂર્વ લદ્દાખમાં ઘૂંટણ ટેકવ્યા બાદ ચીને ભારતની વિરુદ્ધ સાઇબર વૉર શરૂ કર્યું છે અને આના પુરાવા આપ્યા છે અમેરિકન કંપની રિકૉર્ડેડ ફ્યૂચરે જે સ્ટેટ પ્રેરિત હેકરોની ગતિવિધિઓ પર નજર રાખે છે. કંપનીએ કહ્યું કે, એક ભારતીય બંદર (port)ના નેટવર્ક સિસ્ટમમાં ચીન દ્વારા પ્રેરિત હેકરોએ જે કનેક્શન ખોલ્યું છે એ અત્યારે પણ એક્ટિવ છે. વહીવટી અધિકારીઓ દ્વારા દક્ષિણ એશિયાના દેશોના ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં હેકરોના ઘુસણખોરીના પ્રયાસોને બ્લોક કરવામાં આવ્યા છે. અમેરિકન કંપનીએ પણ આ અંગે અધિકારીઓને એલર્ટ કરી દીધા છે.

રેકોર્ડ ફ્યુચરના ચીફ ઑપરેટિંગ ઓફિસર સ્ટુઅર્ટ સોલોમને જણાવ્યું હતું કે મંગળવાર સુધીમાં અમે 'હેન્ડશેક'ની નિશાની જોઇ રહ્યા હતા, એટલે કે ચીનની સાથે જોડાયેલા હેકર્સના જૂથ અને ભારતીય દરિયાઇ બંદરની વચ્ચે ટ્રાફિક એક્સચેન્જ થયો છે.

રેકૉર્ડેડ ફ્યૂચરે ચીની હેકરોના જૂથને રેડઇકો નામ આપ્યું છે અને કહ્યું છે કે 10 ફેબ્રુઆરીના ભારતના કૉમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને સૂચિત કરવા સુધી રેડ હેકરોએ ભારતીય પાવર ગ્રિડથી જોડાયેલી ઓછામાં ઓછી 10 સંસ્થાઓ અને મેરિટાઇમ પોર્ટને ટાર્ગેટ કરી છે. સોલોમને કહ્યું છે કે ભારતીય સંસ્થાઓ અને હેકરોની વચ્ચે 28 ફેબ્રુઆરી સુધી આ કનેક્શન એક્ટિવ હતા

પોર્ટના સંદર્ભમાં સોલોમને કહ્યું કે, આ અત્યારે પણ સક્રિય છે. ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના પ્રવક્તાએ આ મુદ્દા પર પ્રતિક્રિયા નથી આપી. તો બુધવારના ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે, કોઈ પણ પુરાવા વગર કોઈ એક પક્ષ પર આરોપ લગાવવો બેજવાબદારીભર્યો વ્યવહાર છે. રેકોર્ડેડ ફ્યુચર અનુસાર, ચીની હેકરો વર્ષ 2020ના મધ્યભાગથી ભારતના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત હુમલો કરી રહ્યા છે. કંપનીના જણાવ્યા મુજબ, આ સાયબર એટેક પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચેના તણાવના સમયથી થઈ રહ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મુંબઇમાં પાવર ગ્રીડ બંધ થવાના કિસ્સામાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાયબર એટેકના કારણે આવું બન્યું છે કે કેમ તેના પર સતત મંથન કરી રહી છે. પાવર ગ્રિડ બંધ થવાના કારણે મુંબઈમાં અનેક કલાકો સુધી વીજળી ગુલ રહી અને તેના કારણે સ્ટૉક માર્કેટ, ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને હજારો ઘરોમાં કામ ઠપ્પ રહ્યું. ભારતીય સરકારના અધિકારીઓએ સાઇબર એટેકની વાતથી ઇનકાર કર્યો છે, પરંતુ એ સ્વીકાર્યું છે કે માલવેયર મળ્યો છે. નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટરે 12 ફેબ્રુઆરીના રેડઇકોથી ખતરાને જોતા સેન્ટ્રલ પાવર સિસ્ટમ ઑપરેશનને મેઇલ કર્યો હતો

(12:17 am IST)