Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

સેન્સેક્સમાં ૧૧૪૭, નિફ્ટીમાં ૩૨૬ પોઈન્ટનો મોટો ઊછાળો

બજારમાં તેજીનો દોર જળવાઈ રહ્યો : સેન્સેક્સની ૨૫ કંપનીના ભાવ વધ્યા, HDFC, SBI, એક્સિસ, ઈન્ડસઇન્ડ બેન્ક, ICICI બેંકના શેર વધ્યા

મુંબઈ, તા. ૩ : શેર બજાર માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થયો છે. શેરબજારમાં આજે જોરદાર ઉછાળો રહ્યો હતો. સવારના સત્રમાં શેરબજાર ૨ ૪૪૨ પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું, જે સાંજે ૧૧૪૭ પોઈન્ટની શાનદાર તેજી સાથે ૫૧,૪૪૪ પોઈન્ટના સ્તર પર બંધ રહ્યું હતું. સેન્સેક્સે ૫૧,૫૩૯.૮૯ પોઈન્ટના ઉચ્ચતમ સતરે બંધ થયો. સમગ્ર દિવસના કારોબારમાં સેન્સેક્સ ૫૧,૫૩૯.૮૯ પોઈન્ટના ઉચ્ચતમ અને ૫૦,૫૧૨.૮૪ના નિમ્નતમ સ્તરને સ્પર્શ્યયો હતો.

બીજી તરફ, સવારના સત્રમાં નિફ્ટી ૧૪૫ પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો, સાંજે ૩૨૬ પોઇન્ટની મજબૂતી સાથે અને ૧૫,૨૪૫ પોઇન્ટના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ આખા દિવસના કારોબારમાં ૧૫,૨૭૩.૧૫ પોઇન્ટની ઉચ્ચતમ સપાટી અને ૧૪,૯૯૫.૮૦ પોઇન્ટની નીચલી સપાટીને સ્પર્શ કરી હતી.

સ્થાનિક શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે શરૂઆતી કારોબારમાં તેજી ચાલુ રહી હતી. નાણાકીય શેરો દ્વારા સૂચકાંકોમાં મજબૂત જોર મળ્યું. સેન્સેક્સ કંપનીઓમાં એચડીએફસી, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેક્ન, ઈન્ડસઇન્ડ બેક્ન, એલએન્ડટી અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર વધ્યા હતા.

સેન્સેક્સની ૨૫ કંપનીઓના શેરો વધ્યા હતા. મંગળવારે સેન્સેક્સમાં ૪૪૭.૦૫ પોઇન્ટ અથવા ૦.૯૦ ટકા અને નિફ્ટીમાં ૧૫૭.૫૫ પોઇન્ટ અથવા ૧.૦૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ મંગળવારે ભારતીય મૂડી બજારમાં રૂ. ૨,૨૨૩.૧૬ કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી. બુધવારે બપોરના કારોબારમાં એશિયન બજારો વૃધ્ધિમાં ચાલુ રહ્યા હતા. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ વાયદો ૦.૬૪ ટકા વધીને ૬૩.૦૨ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે.

(12:00 am IST)