Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

બીબીસી- રાફેલ કેસની જેમ સુપ્રીમ કોર્ટમાં જાઓઃ સુશીલ મોદી

દરેક વાતમાં જેપીસીના બનાવી શકાય

નવી દિલ્‍હીઃ ભાજપા નેતા સુશીલ મોદીએ અદાણી ગ્રુપ વિરૂધ્‍ધ છેતરપિંડી અને શેરોમાં હેરફેરના આક્ષેપોની તપાસ માટે એક સંયુકત સંસદીય સમિતિ (જેપીસી)ના ઔચિત્‍ય  પર સવાલ ઉઠાવ્‍યા છે. તેમણે શુક્રવારે કહ્યું કે વિપક્ષોએ સદનને બંધ કરવાના બદલે બેઠકમાં ભાગ લેવા જોઈએ.

સુશીલ મોદીએ કહ્યું, ‘દરેક વાતમાં જેપીસીની રચના ના કરી શકાય. જેપીસી બાળકોની સમિતિ નથી. જેપીસીની રચના નથી. તમે સદનને ચાલવા અને પોતાનો મુદ્દો ઉઠાવો. જો તમને લાગતું હોય કે સરકાર યોગ્‍ય જવાબ નથી આપતી તો તમે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં જઈ શકો છો. બીબીસીની ડોકયુમેન્‍ટ્રી અને રાફેલ મુદ્દે આ પહેલા લોકો સુપ્રીમમાં ગયા જ છે.'

સુશીલ મોદીએ સરકારનો બચાવ કરતા કહ્યું, ‘સરકારે કોઈ ટેન્‍ડર કે કોન્‍ટ્રાકટમાં અદાણી ગ્રુપનો પક્ષ લીધો હોય તેના કોઈ નકકર પુરાવાઓ નથી. આ ભાજપાની છબીને મોટા ઉદ્યોગપતિઓનો પક્ષ તરીકે રજૂ કરવાના પ્રયાસો છે.'

(4:35 pm IST)