Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ડાયાબિટીઝ અને કેન્સરના ઇલાજ માટે રાજસ્થાનમાં વેદો પર સંશોધન થશે

લુપ્ત થયેલા પ્રાચીન જ્ઞાનને ફરી હાંસલ કરવાનો પ્રયાસ કરશે

જ્યપુર તા.૪: પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં છુપાયેલા વિજ્ઞાનને સમજવા માટે રાજસ્થાન સરકારે રિસર્ચ સંસ્થા શરૂ કરી છે. આ સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ વેદો દ્વારા બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યો સમજવાં અને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કેન્સર જેવા રોગોનું કાયમી નિદાન શોધવાનું છે

જગદ્ગુરૂ રામાનંદાચાર્ય રાજસ્થાન સંસ્કૃત યુનિવર્સિટી હેઠળ સ્થાપના કરવામાં આવેલ રાજસ્થાન મંત્રી પ્રતિષ્ઠાને શિક્ષકો સહિત વિવિધ પદ માટે યોગ્ય ઉમેદવારોની અરજીઓ મગાવી છે. આ સંસ્થાની સ્તાપનાન પ્રસ્તાવ ૨૦૦૫માં રાજ્યના તત્કાલીન શિક્ષણપ્રધાન ઘનશ્યામ તિવારીએ મૂકયો હતો. 'મનુસ્મૃતિ' થી  પ્રેરિત આ પ્રસ્તાવને વિધાનસભામાં રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે પ્રત્યેક ચીજનું સમાધાન વેદોમાં ઉપલબ્ધ છે.

૨૦૧૫-'૧૬માં વસુંધરા રાજે સરકારે યુનિવર્સિટી કેમ્પસમાં આ સંસ્થાનું બિલ્ડિંગ ઊભું કરવા ૨૪ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ૨૦૧૮ સુધીમાં આ સંસ્થા કાર્યાન્વિત થવાની આશા છે.

સંસ્થાની સંરક્ષક અને રાજસ્થાન સંસ્કૃત એકેડેમીનાં ચેરપર્સન જયા દવેએ જણાવયું હતું કે આ સંસ્થા  લુપ્ત થયેલા પ્રાચીન જ્ઞાનને ફરી હાંસલ કરવાનો પ્રયાસ કરશે. વેદ, ઉપનિષદ,  આરણ્યક અને અન્ય પ્રાચીન પુસ્તકોમાં બ્રહ્માંડના પ્રત્યેક સવાલનો જવાબ છે. આ સંસ્થામાં આયુર્વેદ, ધનુર્વેદ અને શિલ્પા વેદ પર સંશોધન કરવામાં આવશે.

(4:07 pm IST)