Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

તાઇવાનમાં મમ્મી દ્વારા દીકરાના ઉછેર માટે ખર્ચેલાં નાણાંના વળતરની માંગણી

નવી દિલ્હી, તા. ૪ :  તાઇવાનની કોર્ટમાં એક અજબ કેસ પ્રકાશમાં આવ્યો છે. એક મમ્મીએ તેનો દિકરો ર૦ વર્ષનો હતો ત્યારે તેની સાથે કરાર કર્યો હતો. જે મુજબ ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ પુરો કરી આવક મળવાની શરૂ થયા બાદ દીકરાએ તેની આવકની ૬૦ ટકા રકમ તેની માતાને ઉછેતર પર ખર્ચ કરવામાં આવેલા નાણાના વળતરરૂપ ચુકવવાં. દિકરાએ કેટલાંક વર્ષો સુધી નાણાં ચુકવાનું ટાળતાં માતાએ દિકરા પર કેસ કર્યો છે. દિકરાએ આ માંગણીને ખોટી દર્શાવી કેસ રદ કરવા પર ભારે મુકયો હતો, પર઼તુ કોર્ટ કરારનેસ માન્ય ગણાવી દિકરાને ૧૦ લાખ ડોલર (આશરે ૬.૩ કરોડ રૂપિયા) વ્યાજ સાથે રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે.

પતિથી છુટાછેડા બાદ બન્ને દિકરાઓને ડેન્ટિસ્ટ બનાવવા પાછળ મમમીએ લાખો રૂપીયા ખર્ચ કર્યા હતા. પરંતુ ઘડપણમાં છોકરાઓ સંભાળશે કે નહીં એની ચિંતા થતાં તેણે તેના બન્ને દિકરાઓ સાથે એક એગ્રીમેન્ટ કર્યુ હતું. જે મુજબ તેઓ તેમની આવકમાંથી અંદાજે ૧૭ લાખ ડોલર (આશરે ૧૦.૮ કરોડ રૂપિયા) તેમની માતાની પાછી આપશે.

મોટા પુત્રએ કોન્ટ્રેકટમાં નિર્દિષ્ટ રકમ કરતાં ઓછી રકમની ચુકવણી માટે માતા સાથે માંડવાલી કરી લીધી, પરંતુ નાના પુત્રએ કરાર સમયે પોતે ઘણો જ નાનો હોવાથી કરાર તેને બંધનકર્તા ન હોવાનું જણાવી પૈસા ચુકવવામાં ગલ્લાતલ્લાં કરતા માતાએ કોર્ટનો સહારો લેવો પડયો હતો. વળી તેણે એમ પણ જણાવ્યું કે તેણે ગ્રેજયુએટ થયા બાદ વર્ષો સુધી તેની માતાને તેના ડેન્ટલ કિલનિકમાં મદદ કરાવી હતી. જેના વળતરની રકમ અત્યારે તેણે તેની માતાને ચુકવવાની રકમની તુલનાએ વધુ જ થાય છે.  જો કે કરાર વખતે પુત્રની વય ર૦ વર્ષની હતી એ ધ્યાનમાં રાખી થાઇલેન્ડની સુપ્રીમ કોર્ટે કરારને માન્ય ગણાવી પુત્રને તેની માતાને નાણા ચુકવવાનો આદેશ આપ્યો છે.

(3:44 pm IST)